
7 August 2022 | 09:00 pm IST | 04:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST
About
Speaker

Dr. Sudarshan Iyengar
Former Vice Chancellor of Gujarat Vidyapith
Trustee at Sabarmati Ashram, Ahmedabad
Prof. Sudarshan Iyengar, Ph.D. Economics. Former Vice Chancellor of Gujarat Vidyapith, Ahmedabad (2005-14) founded by Mahatma Gandhi. Former Director, Centre for Social Studies, Surat (2004-05), and Gujarat Institute of Development Research, Ahmedabad (1999-2004). Chair Professor, Gandhian Philosophy, at IIT, Mumbai 2016-18.
Major areas of research: Gandhian thoughts and practice, natural resource development and management, people, and civil society institutions.
Trustee, Sabarmati Ashram, Ahmedabad, Gujarat Vidyapith, Sabarmati Goshala Trust, Gandhi Peace Foundation, New Delhi, National Gandhi Museum, New Delhi, Gandhi Research Foundation, Jalgaon, trustee of SRISTI. Former Secretary and President of Indian Society for Ecological Economics and others. Former Vice Chairperson of the High-Level Dandi Memorial Committee 2009 to 2019. Member of the National Gandhi Heritage Sites Mission, by Ministry of Culture, Government of India, and member National Committee for Gandhi 150.
More than 70 research articles and 8 books including Gandhiji and Sanitation by Publication Division, GoI 2016. It has been translated into Gujarati and Tamil. Marathi and Hindi are on way.
Pratibhav
પ્રતિભાવ
આજે જ્યારે આખો દેશ અમૃત મહોત્સવ ઉજવતો હોય તેવા સમયે ગુજરાતી સાહિત્ય ફોરમે ગાંધીજી ના મૂળભૂત સિદ્ધાંતો ને વરેલા ને ગાંધીજી ની ફિલોસોફી પર અધ્યયન કરેલા એવા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ડો.સુદર્શન આયંગર ને મંચ પર આમંત્રણ આપ્યું . આમંત્રણ નો સહર્ષ સ્વીકાર કરી અદ્દભૂત વક્તવ્ય તેમણે આપ્યું .
આઝાદીના 75 વર્ષ પછી નવી પેઢી ને જરુર પ્રશ્ન થાય કે ગાંધીજી એ જેને સ્વરાજ તરીકે ઓળખાવેલું એ સ્વરાજ આપણે હાંસલ કરી શકયા છે કે કેમ? ગાંધીજી યુગપુરુષ હતા. શાશ્વત મૂલ્યો માટે જીવનારા , ને મૌલિક મૂલ્યોથી સમાજનું નવનિર્માણ કરવા ઇચ્છતા ગાંધીજી દાખલો આપી જનારા યુગપ્રવર્તક હતા. તેમને માટે સદીની કોઈ મહત્તા નહતી. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી નૈતિક મૂલ્યો માટે જરાય બાંધછોડ ના કરી. હંમેશા કહેતા કબરમાંથી બોલીશ . સ્વરાજ ની આખી લડાઈ અહિંસક આંદોલન દ્વારા થઈ પણ અંત સમયે 1947માં બંગાળમાં હિંસા નો જ્વાલામુખી ફાટી નીકળે છે તેવા સમયે હિંસાની આગ ઠારવા એકલે હાથે ઝઝૂમે છે . જે મૂલ્યો પર સમાજની નવરચના કરવા માંગતા હતા તેએળે જતું લાગ્યું તેમનું ભગ્ન હ્દય જોઈ શકે છે જે સમાજની નવરચના કરવા માંગે છે તેનો આધાર કયો છે? તેમની આત્મિક શક્તિ થી હિંસા ફેલાવનારા હથિયાર તેમની પાસે મૂકી જાય છે .
ચારેબાજુ ફેલાયેલી હિંસાની આગને એકલે હાથે ઠારવામાં સફળ થાય છે. આ નૈતિકતાનું મૂલ્ય છે. સદી ગમે તે હોય 19, 20 . પણ વિકાસ ની ગતિ જે 19 માં હતી તેના કરતાં 20 થોડી વધારે ને 21 મી સદીમાં કદાચ ઘણી વધારે પણ હિંસા, ઘૃણા, બળાત્કાર ઓછા થયા છે? વિશ્વ માં કે દેશમાં શાંતિ સ્થપાઈ છે.? સમાચારપત્રોનું યોગદાન કેટલું સમાજલક્ષી છે? જગતની ગતિ જે દિશામાં જઈ રહી છે , તેના મૂળ પાયામાં શું છે? જગતની ગતિમાં યુગ પ્રર્વતક એવું જીવન જીવી ગયો જેણે શાશ્વત મૂલ્યોની મહત્તા સમજાવી.
ગાંધીજીએ ટકોર કરી છે કે આજે ભૌતિક વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી.
ગાંધીજીનું સ્વરાજય એટલે દેશનું સ્વરાજય . વિદેશી હકૂમતમાંથી દેશને મુક્ત કરવો એટલે ગુલામીમાંથી મુક્તિ. દેશમાં આઝાદીની જાગૃતિ માટે ને લોકો ને શિક્ષિત કરવા આશ્રમશાળા ને વિદ્યાપીઠનીસ્થાપના કરી.
સાથે સાથે વ્યક્તિ ના પોતાના આંતરિક વિકાસ માટે જીવનને નિયમબદ્ધ કરવાથી જ સ્વ-પરનું રાજ્ય સિધ્ધ થાય છે , તેવી વાત ગાંધીજી એ કરી છે. દરેક ધર્મ સત્ય, અહિંસા અને કર્મયોગ માં માને છે .ગાંધીજી પણ કર્મયોગમાં પ્રવેશ દ્વારા જીવનમાં જેપણ સ્વરાજ માટે કરી શકાય તે માટે કટિબદ્ધ થયા. પરમ સત્ય ઈશ્વર જ સત્ય છે તેની ખોજ સાથે સર્વોદય દ્વારા પોતાના સાક્ષાત્કારની વાત કરે છે . સાથે સાથે યમ નિયમનું પાલન કરી દિશા એટલે ચોક્કસ ધ્યેય ને વળગી રહેવાની વાત છે. સુદર્શનભાઈ એ ખૂબ સરળ ભાષા માં ગાંધીજીના સિદ્ધાંતો વિષે સમજ આપી.<.
ગાંધીજી આશ્રમ જીવન ના નિયમો વ્રત તરીકે સ્વીકારવાની વાત કરે છે. અભય એટલે નીડરતા કેળવવી, બ્રહ્મચર્ય નું પાલન એટલે શારિરીક નહીં, પણ પાંચ ઈન્દ્રિયો પર કાબૂ , અસ્વાદ એટલે સ્વાદનું મહત્વ ન હોવું. સ્વરાજ માટે આટલી બાબતો પૂરતી નથી . જીવનમાં શ્રમનું મહત્વ પણ જરુરી છે.જીવનના મૂલ્યો ટકાવવા શ્રમ જરુરી છે . આપણી સંસ્કૃતિ પણ આપણને શ્રમનું મહત્વ સમજાવે છે.
જીવનની પાયાની જરુરીયાત માટે સ્વદેશી બનો. વ્યક્તિગત અને સામાજિક રીતે અલગ અલગ ધર્મ નુંપાલન કરતા હોઈએ , પણ હિંદું ધર્મ આપણાં દેશનું ગૌરવ છે, પણ ક્યારેય તે રાજકીય મુદ્દો બનવો ન જોઈએ. બધાં ધર્મ પ્રત્યે સમભાવના જરુરી છે. ગાંધીજીએ સૌથી વધારે અગત્યતા। અસ્પૃશ્યતાનિવારણ ને આપી છે.
આજે પણ સમાજનું આ દુષણ દૂર થયું નથી . ગાંધીજી ના 1921, 1924,1932, 1942, 1946, 1947, 1948 ના મોટા અપવાસો અસ્પૃશ્યતા નિવારણ અને હિંદુ મુસ્લિમ ઐક્ય માટેના હતા.
આજે 21 મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ના યુગમાં માનવી અહંકારમાં રાચે છે. ગાંધીજી ના મૂલ્યો શાશ્વત છે. મન પર નિયંત્રણ માટે તેમના દ્વારા પ્રસ્થાપિત કરેલા અગિયાર વ્રત નિયમો જ જીવન શૈલી બદલાવ આવી શકે છે. વ્રતો દ્વારા દિશા પકડાય છે. ગાંધીજી એ વ્રતો ને જીવનમાં વણી આત્મ પરિક્ષણ, આત્મ નિરીક્ષણ અને આત્મ શોધન માં પોતાનું જીવન અર્પણ કર્યું . સ્વરાજ ના પાયામાં તેનું આરોપણ કરી સ્વરાજની સીડી ચડવાના અગિયાર વ્રતો વિશ્વ ને આપ્યા. કોઇપણ એક વ્રતનું પાલન કરવાથી બાકીના તો સહજ રીતે આત્મસાત થાય છે. વ્યક્તિ, સમાજ અને પ્રકૃતિ વચ્ચેની સંવાદિતા જરુરી છે.
સદી બદલાશે પણ ગાંધીજી ની જીવન પ્રત્યે ની ફિલોસોફી શાશ્વત છે. માટે જ યુગપુરુષ કહ્યા છે. માનવતા માટે તેમણે આપેલો ત્યાગ અમૂલ્ય છે.
ખૂબ જ સુંદર સુદર્શનભાઈ. આપના દ્રષ્ટિકોણ થી આજે ગાંધીજી ના શાશ્વત મૂલ્યો પ્રત્યે પ્રકાશ પાડવા બદલ. ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યો નો
------- સ્વાતિ દેસાઈ