Thursday, August 6 | 07:00 PM IST | 02:30 PM UK

About

Event

આપણું આખું જીવન એક તહેવાર છે… જો આપણે તેને સમજી અને અનુભવી શકીએ તો ચોક્કસ માણી પણ શકીએ અને હંમેશા ખુશ અને હસતાં પણ રહી શકીએ. ભલે ને પછી ગમે તેવી પરિસ્થિતિમાં આપણે કેમ ન મુકાઈએ. આપણને સૌને એક સર્વોત્તમ યોનિમાં જન્મ મળ્યો છે. માનવ જન્મ… આ પરમ કૃપાળુ પરમાત્માએ આપેલ એક સર્વોત્તમ ભેટ છે. અને આપણી ફરજ છે કે આ અમૂલ્ય ભેટનું આપણે સન્માન કરીએ. અને સન્માન કરવાનો એકમાત્ર રસ્તો છે આ જીવનને તહેવાર સમું માણવું. આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણા ખરા લોકો અને એકંદરે આપણે પણ હંમેશા ચિંતા, તણાવ અને ઉકળાટમાં જીવીએ છીએ. એક માત્ર તહેવાર જ એવો સમય હોય છે કે જ્યારે આપણે સંપૂર્ણ આનંદથી દિવસ વિતાવીએ છીએ. તો જો આપણે આપણાં આખા જીવનને એટલે કે જીવનની પળે પળને તહેવાર સમી જીવતા શીખી જઈએ તો કેટલું ઉત્તમ?

હવે જો આપણે આપણાં જીવનને સંપૂર્ણ તહેવાર સમું માણવું હોય તો જીવનના બધા જ રંગોને સકારાત્મકતાથી સ્વીકારવા પડે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એમ સમજવું પડે કે આ પરીક્ષા છે જે મારો ભગવાન લઈ રહ્યો છે. અને એ ભગવાનનો આભાર માનવો કે એમણે આપણને એ પરીક્ષામાંથી પસાર થવા લાયક ગણ્યા. કારણ કે જ્યાં સુધી આપણાં એ ભગવાન આપણને કોઈપણ પરીક્ષામાંથી પસાર થવા લાયક નથી બનાવતા ત્યાં સુધી એ ક્યારેય પરીક્ષા લેતા પણ નથી જ. આપણે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મુકાઈએ કે તરત જ આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ. પણ એ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો પહેલાથી જ ભગવાને નક્કી કરી રાખ્યો હોય છે. બસ આપણે તેને શોધવાનો અને પરખવાનો હોય છે. પણ એ પહેલા એ પરિસ્થિતિને સ્વીકારી એને પડકાર સ્વરૂપે સ્વીકારી એનો સામનો કરવા સજ્જ થવું પડે. આ એટલું અઘરું પણ નથી. જો દૃઢ નિશ્ચય કરીએ અને થોડો અભ્યાસ(practice) કરીએ તો આપણે તહેવાર સમું જીવન જીવી જ શકીએ. અને એ માટે સૌથી પહેલા અકારણ હસવાનું શીખીએ. લોકો ઉપર હસતાં આપણને આવડે છે પણ પોતાના જીવનને સ્વીકારી હસીને જીવતા આપણને નથી આવડતું માટે એ સૌથી પહેલા શીખવું જોઈએ. નવેનવ રસથી સંપન્ન એવા આ જીવનને માણવા દરેકે દરેક રસ એટલે કે ભાવનાઓને સમજતા અને અનુભવતા શીખવું પડે. ત્યારે જ આપણે સતત કોઈપણ પરિસ્થિતિમાં તટસ્થ રહી જીવનનો આનંદ માણી શકીએ છીએ. જો આ ભાવનાઓ આપણે બરાબર ન અનુભવીએ તો સુખમાં છલકાઈ જવાનો અને દૂ:ખમાં ભાંગી પાડવાનો ભય રે છે. માટે આ નવેનવ રસ એટલે કે ભાવનાઓને સમજીએ અને માણીએ એ જરૂરી છે. ત્યાર બાદ બાળક બની બાળકની એ નિખાલસતા અને નિર્દોષતાને અપનવીએ. જીવનભર આપણી અંદર એક બાળક જીવંત રાખીએ. બાળકો સાથે બાળકોની સાવ બાલિશ એટલે કે છોકરમતવાળી રમતો રમીએ. આપણે મોટા થતાં જઈએ છીએ અને આપણી પરિપક્વતા આપણી અંદર રહેલા બાળકને મારી નાખે છે અને એટલે જ આપણે ખરા અર્થમાં બાળકોની જેમ જીવનને માણી નથી શકતા.

નકારાત્મક આદતો છોડી સકારાત્મક આદતોને જીવનમાં અપનવીએ. એ પણ આપણને અંતરમનથી ખુશ રાખવામાં મદદરૂપ થશે. આપણી શોખની પ્રવૃત્તિઓ અને મનોરંજન માટે સમય ફાળવીએ. બીજું કશું નહીં તો પણ આ આધુનિક યુગમાં આપણે સૌથી આગળ નીકળી જવાની હોડમાં આપણાં મન પર અને મગજ પર જે ભૂતકાળની ભૂલોના પસ્તાવા અને ભવિષ્ય કેવું હશે એની ચિંતાની જે પરત બનાવી છે એને હટાવી વર્તમાનમાં જીવતા શીખી જઈએ. જે મળ્યું છે તેનો આભાર માની જે નથી મળ્યું તે મળી જ જશે એ વિશ્વાસ સહ કાર્યરત બનીએ. કારણ કે વર્તમાનમાં નહીં જીવીએ તો કાર્યરત બની આપણાં સપનાઓ પૂરા પણ નહીં કરી શકીએ. આ જ રીતે આપણાં સપના પૂરા કરતાં કરતાં આપણે આ તહેવાર સમા જીવનને માણી શકીએ છીએ.

About

Speaker

Late Hardik KalpDev Pandya

Hardik KalpDev Pandya is B.A. (Sanskrit) graduate, he is certified Graphic and Web Designer , Professional Mind Trainer And Motivational Speaker.

He is micro-fiction writer and his mentors are Dr. Hardik K. Yagnik and Jignesh Adhyaru.

Having his own Website www.khushimantra.com. Where he has written more than 40 motivational articles.

He India’s First Divyang Mind Trainer And Festive Life Coach. Started Training Since 2019 And Motivation From 2017.

Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમની સુંગધ

આજે દશમા મણકામાં સર્વેનું સ્વાગત કરતાં અત્યાર સુધીનાં મણકાઓ વિવિધ વિષય.. નિબંધ,વાર્તા, પ્રાચીન કવિતા ઓની છણાવટ કરી હતી અને એની સુગંધ ઝડપથી ફેલાઈ રહી છે....

ગયા ગુરુવારે સાહિત્ય રસીકોએ ધણાજ ઉત્સાહથી માણ્યો હતો... આજે હાર્દિકભાઈ પંડયા મુખ્ય વક્તા તરીકે તેઓને આવકાર્યા .. આજનો વિષય “જીવન એક તહેવાર” ધણાજ સુંદર વિષયને સ્પર્શવાનો હતો. મુ. કોકિલાબેને ચોકસીએ તેઓની પ્રતિભાની ઓળખ હાર્દિકભાઈએ પોતાના અંદાજમાં વિડિયો ક્લિપ દ્વારા પ્રસ્તુત કરી જેનો કોકિલાબેને સુંદર ભાવભીનો આવકાર આપી તેઓને વાત આગળ વઘારવા વિનંતિ કરી.

જીવનમાં સફળતાને પૈસાથી જોવી? સવાલ સાથે રજૂઆત થઈ...આત્મવિશ્વાસનું અજવાળુંજ તેમજ માણવું અને માણી શકીયે એ જીવન સાર્થક કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. આપણે તહેવારોની ઉજવણી જે રીતે કરીએ છીએ એજ આનંદથી આપણે આપણા જીવનને પણ તહેવાર જેવું માનીને જીવવું જોઇએ. જીવનને મેધધનુષ કે સપ્તરંગીને રીલેટ /સંબંધિત ગણી માણવા યોગ્ય છે. ઈશ્વર આપણી પરીક્ષા લેવાનું કામ કરતાં હોય છે...દરેક પરિસ્થિતિમાં લાચક બનાવીને આપણે પાસ કરે છે.

બીજી મહત્વની વાત આપણા સકારાત્મક

વિચારોજ જીવનમાં આપણને અનુકૂળ થાય છે.

આપણું હાસ્ય પણ સકારાત્મકનું પ્રતિક છે.. બીજી સુંદર વાત કહી... ભૂતકાળ યાદ કરીને વર્તમાન કાળને આપણે ભોગવી શકતાં નથી. હંમેશ બાળક સાથે બાળક બની રહેવુંએ પણ આપણો તહેવાર બની જતો હોય છે. તેથી આપણામાંના રહેલ બાળકને જીવતું રાખવું એ ખૂબજ જરુરી છે.

જીવનમાં શિસ્ત અને અનુશાસન જરુરી છે.

ધણા લોકો માટે સમય ન મળવાની વાત કહે છે પણ અયોગ્ય છે.સમય કાઢવો પડે..

મળવાનો ન હોય. જીવનમાં ઉમંરના બાધ વગર આપણા શાેખ પુરા કરવા, ચાલુ રાખવાએ જીવનને ધબકતું રાખે છે. આપણા રહેલ પ્રતિભાને ન ડાબી રાખવી.. તેને લોકો સુધી પહોંચાડો...જીવન પરમાત્માની દેન છે...મેનેજ કે એરેનજ નથી કરી શકતાં. આજ પળથી જીવનને માણવાનો મળેલ લાહો આનંદમય ઉજવો.

સમાજ માટે જીવન જીવવું એ પણ આગવું અંગ છે.

છેલ્લે તેઓએ જણાવયુંકે કોકિલાબેન તથા રિંકીબેનની જેમ ગુજરાતી ભાષાને જીવંત રહે

એવા અથાગ પ્રયત્નો અભિનંદનને પાત્ર છે.

ગુજરાતી ભાષાના માધ્યમથી આ પણ એક અનોખો તહેવાર સમો છે.

છેલ્લે..આજના વખતમાં પ્રભુએ સરસ સમય આપ્યો છે એનો સદ્ઉપયોગ કરી જરૂરત હોય એવા લોકોને મદદરુપ થવું

એ પણ એક લાહો સમજી મદદ કરવી.

આભારવિધિ પૂણ કરી.. આ સુંદર વ્યાખ્યાનનું સમાપન કર્યું.

આ વ્યાખ્યાનમાં ભાગ લેનાર સર્વે ખાસ આભાર માની ફરીથી આવતા ગુરુવારે નવા વિષય સાથે શ્રી સિધ્ધાર્થ છાયાને સાંભળવાની રાહ જોવા સંકલ્પ સાથે છુટા પડયા.

શુભેચ્છક - દિનેશ શાહ.