4 Jul 2021 | 09:00 PM (IST) | 04:30 PM (UK) | 11:30 AM EST (USA) | 10:30 AM CST (USA) | 08:30 AM PST (USA)

About

Event

કળા: જે આનંદ આપે તે કળા. અંગ્રેજીમાં કળા માટે ‘ART’ નહિં પણ ‘ARTS’ શબ્દ પ્રયોજાયેલ છે, જેનો અર્થ પણ શિક્ષણ મેળવવું, કેળવવું, જ્ઞાન પ્રાપ્ત કરવું એવો થાય છે.

ભાગવત પુરાણમાં, કૃષ્ણ અને બલરામ બે ભાઈઓએ, ૬૪ દિવસમાં ૬૪ કળાઓ શીખ્યાનો ઉલ્લેખ છે. બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાં પણ કળા શબ્દનો વારંવાર ઉપયોગ થયેલો છે. ‘લલિતવિસ્તાર’માં બુદ્ધે ઘણી કળાઓ શીખ્યાનો ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ મહાવીરે ૭૨ કળાઓની કેળવણી લીધી તેનું વર્ણન છે. ત્યારબાદ મહાભારત અને રામાયણમાં પણ કળાનો ઉલ્લેખ છે. અયોધ્યાકાંડમાં ઉદાસ ભરતને પ્રસન્ન કરવા તેના મિત્રો ગાયન, વાદન, નૃત્ય, અને નાટકનું આયોજન કરે છે. રાવણના અંત:પુરમાં કુશળ ગાયક એવી સ્ત્રીઓ હતી. ગુપ્તવાસ દરમિયાન અર્જુન ગાયન અને નૃત્ય વિદ્યા શીખે છે, તેનો પણ ઉલ્લેખ છે.

ત્યારબાદના સમયમાં સંસ્કૃતના કવિઓ અને વિદ્વાનો જેવા કે ભાસ, કાલિદાસ, શુદ્રક, ભવભૂતિ અને બાણ જેવાએ તેમની રચનામાં તેમના પાત્રોને ગીત, વાદન, નૃત્ય, કે ચિત્રકામ જેવી કળાઓમાં નિપુણ દર્શાવેલ છે. કળાઓની સૌથી અધિક પ્રામાણિક સૂચિ “કામસૂત્ર”માં આપવામાં આવેલી છે

કળા એક એવી માનવીય ક્રિયા છે જે ધ્યાન, મનન ચિંતન, અથવા અભિવ્યક્તિ દ્વારા ઇન્દ્રિયોને સુખ પહોંચાડે છે. અધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કળા, એ આત્મકલ્યાણનું સાધન છે.

યુરોપીય સાહિત્યમાં પણ કળા શબ્દનો પ્રયોગ શારીરિક કે માનસિક કૌશલ માટે જ અધિકતર થયેલો જોવા મળે છે. ત્યાં પ્રકૃતિ અને કળાનું કાર્ય ભિન્ન છે એવું માનવામાં આવે છે. કળાનો અર્થ છે રચના કરવી અર્થાત્ રચના કૃત્રિમ હોય છે. પ્રાકૃતિક સૃષ્ટિ અને કળા બન્ને ભિન્ન વસ્તુઓ છે. કળા એવા કાર્યમાં હોય છે જે મનુષ્ય કરે છે. કળા અને વિજ્ઞાનમાં પણ અંતર ગણવામાં આવે છે. વિજ્ઞાનમાં જ્ઞાનનું પ્રાધાન્ય હોય છે, જયારે કળામાં કૌશલ્યપૂર્ણ માનવીય કાર્યનું. કૌશલવિહીન અથવા ખરાબ ઢંગથી કરવામાં આવેલા કાર્યોને કળામાં સ્થાન આપવામાં આવતું નથી ઇન્દ્રિયોને સુખ પહોંચાડે તે કળા છે.

લલિતકળા અને ઉપયોગીકળા (યાંત્રિક કળા): પ્રાચીન સમયમાં લલિતકળા કે ઉપયોગીકળા એવો કોઈ ભેદ પ્રવર્તતો ન હતો. તે સમયે જે કામમાં થોડી હોશિયારી, હુન્નર, નિપુણતા કે, કૌશલ્યની (Skill-સ્કીલ), જરૂર પડતી તે બધા કામોનો સમાવેશ કળામાં કરવામાં આવતો, જેમ કે સુથારીકામ, રસોઈકળા, કાષ્ટકળા, ચર્મકળા, ચિત્રકળા વગેરે. પરંતુ એરિસ્ટોટલ અને તેના પછીના સમયમાં કળાના બે ભેદ પાડવામાં આવ્યા -લલિતકળા અને ઉપયોગીકળા.

લલિતકળા (Fine-Arts)નો ઉદ્દેશ ફક્ત આનંદ આપવાનો છે, જેનાથી બ્રહ્મ સહોદર આનંદ (ઈશ્વર પ્રાપ્તિનો આનંદ) મળે છે. લલિતકળા (Fine Arts)માં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્યનો સમાવેશ થાય છે. જ્યારે જે કામમાં કોઈ કસબ, કે ક્રાફ્ટસમેનશીપની જરૂર પડે અને જેમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ થતું હોય તેને ઉપયોગીકળા (Useful-Art), લલિતેતર કળા, યાંત્રિકકળા (Mechanical-Art), કોમર્શિઅલ આર્ટ (Commercial-Art), અથવા યુટીલીટેરિયન આર્ટ (Utilitarian-Art) કહેવામાં આવે છે. લલિતેતર કળામાં સુથારીકામ, ભરતગૂંથણ, સીવણકામ, લુહારકામ, મોચીકામ, કુંભારકામ, સોનીકામ, દરજીકામ વગેરેનો સમાવેશ થાય છે.

લલિતકળાને ભૌતિક ઉપયોગીતા સાથે કોઈ સંબંધ નથી. તે માણસને ઉચ્ચ કોટિનો આનંદ (Aesthetic Pleasure) આપે છે અને તેના નૈતિક, બૌદ્ધિક વિકાસ સાથે સબંધ ધરાવે છે; જયારે લલિતેતર કળાને માનવ જીવનની ભૌતિક ઉપયોગીતા સાથે સીધો સબંધ છે અને તે માણસના શારીરિક અને ભૌતિક સુખ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

કળાકાર (Artist) અને કસબી / કારીગર (Artisan): લલિતકળાઓનો પ્રધાન ઉદ્દેશ સૌંદર્યનિર્માણ દ્વારા ભાવાત્મક આનંદ આપવાનો છે અને લલિતકળાના આરાધક ‘કળાકાર (Artist)’ તરીકે ઓળખાય છે; જયારે લલિતેતર કળાઓનો ઉદ્દેશ માણસની પ્રાથમિક જરૂરિયાતો સંતોષીને માનવજીવનને સગવડતાભર્યું બનાવવાનો છે (તેથી તેને Useful-Art કહે છે) અને લલિતેતર કળાના પ્રયોજક ‘કસબી / કારીગર (Artisan)’ તરીકે ઓળખાય છે

About

Speaker




Dr. Bharat K. Desai

Engineer, Sitar Artist, Author



He has perused many degrees, B.E. (Electronics), D.P.A. (Sitar), PG in Quality Management (USA), B.P.A., Master in Performing Arts in Indian Classical Music, Ph.D.

Awarded degree of Ph. D. by M. S. University of Baroda, Vadodara for my thesis on the subject of “Fulfillment of Desired Features of Sitar in Utility of Live Concerts of Contemporary Music -An Analytical Study”.

Published research papers in national and international magazines on the subjects of, “Characteristics of nature of sound for sitar”; “Types of microphone used for the purpose of music”; “The reasons of impact of synthesized digital musical instruments on acoustic musical instruments.

Authored Books as following. 1. Computer Hard ware 2. Bharatar- A featured Futuristic Sitar 3. સૌંદર્ય શાસ્ત્ર – સંગીતના પરિપ્રેક્ષ્યમાં (Aesthetics -in the context of Music)

Founder of ‘My Music Club: Group of people mastering in various filed of their business with common interest subject –music. Where music is played for self-enjoyment without any commercial aspect.

Invented a new musical Instrument - ‘BharaTar’.

Launch Instrumental music Album “Folks on the String” in 2019.

Professionally Working :

As a Director at ab’s Desh Infotech Pvt. Ltd. - a company which is IT leader of the industry since 27 years.

As AV consultant and acoustician at SOUND BLISS – a company making, Home theatre, Auditorium, and Theatre.