Thursday, September 3 | 07:00 PM IST | 02:30 PM UK | 09:30 AM EST (USA) | 08:30 AM CST (USA)

About

Event

ગુજરાતી ગીત કવિતામાં નરસિંહ મહેતાની ઊંચાઈ પછી એ ઊંચાઈ ને આંબવા મથતાં ગીતોનો બીજો પડાવ ન્હાનાલાલનાં ગીતોમાં જોવા મળે છે ; તો ત્રીજો પડાવ રમેશ પારેખનાં ગીતોમાં દેખાય છે.

ગુજરાતી કવિતામાં સંખ્યા ને ગુણવત્તાની રીતે રમેશ પારેખનું નામ મોટું છે. ૧૦ જેટલા કાવ્ય સંગ્રહમાં હજાર થીયે વધુ કાવ્યો આપનાર રમેશ પારેખ આપણી ભાષાનું સુખ્યાત 'છઅક્ષરનુંનામ' છે.

રમેશ પારેખે વતન વિશે અમરેલી કાવ્યો આપ્યાં, પ્રણય-વિષયક સોનલ કાવ્યો રચ્યાં, નર્મ-મર્મ અને વ્યંગ-વિડંબના કેન્દ્રી આલાખાચર-કાવ્યોલખ્યાં, અધ્યાત્મની ઊંચાઈને આંબતાં મીરાં કાવ્યો સર્જ્યાં.

એમને બાળકોને, યુવાનો-યુવતીને, વૃદ્ધોને કેન્દ્રમાં રાખીને જે કાવ્યો આપ્યાં એ આજે પણ યાદગાર છે.

About

Speaker

Dr. Gunvant Vyas

He has persuade Doctorate in Krishna.

Since 30 years he is into Study and teaching.

  • 15 Written books.
  • 200 Study articles are written.
  • 250 Lectures / delivered speech.
  • Dr. Gunvant Vyas was awarded twice for his first book 'ગુજરાતીનવલકથાનામહાનાયકશ્રીકૃષ્ણ' ‘Gujarati Naval Kathana Mahanayak Shri Krishna’ from….
    1. Gujarati Sahitya Akadamy
    2. Gujarati Sahitya Parishad
  • Awarded thrice for stories and storybooks.
  • He has done a research-editing book about Narasimha Mehta, 'Jujve Rupe Anant Bhase'.
  • His stories have been translated into Hindi and English.
  • Delivered speech on RameshKatha about Ramesh Parekh 21 times.
  • HasyaDarbar on Jyotindra Dave.
  • Sahitya Katha about Bhagwati Kumar Sharma, Bakul Tripathi and Dalpatram.
  • Notable critic, storyteller and literary storyteller.

Pratibhav

પ્રતિભાવ

સાહિત્યની માળાનાં મણકા આગળ ફરતાંજ રહ્યા છે. આજે ૧૪મો મણકો હતો. સાહિત્ય રસીક ઉત્સાહી સભ્યોની સંખ્યામાં દરેક વખતે વઘારો થતોજ રહે છે એનાથી અનેરી આનંદની લાગણી અનુભવાય છે.

આજનો વિષય “કૈંક લીલું ચટ્ટાક” ના વિષય પર ડો. ગુણવંતભાઈ વ્યાસ વ્યાખ્યાનના વિશેષ વક્તા હતાં

આજના વ્યાખ્યાન માળાની શરુઆત કોકિલાબેન ચોકસીએ કરી તેઆેશ્રી ની ઓળખવિધિમાં જણાવયુંકે તેઓશ્રી એ કૃષ્ણનાં વિષય પર ડોકટરેટ કરેલ છે. તેઓ સારા લેખક, વાર્તાકાર હોવાથી રસપ્રદ વાતો રજૂ કરી શકે છે. તેઓશ્રીએ કવિ શ્રીરમેશ પારેખના કાવ્યોના વિષય પર ખૂબજ ગહન કર્યું છે. ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઇને ધણો સારો ન્યાય આપે છે.

ડો. ગુણવંતભાઈ વ્યાસ વાતનો દોર હાથમાં લઈ શરુઆત “ગુજરાતી ભાષાજ હરિયાળી” છે થી શરુઆત કરીને વિષયને સાર્થક કર્યો

રમેશ પારેખ એટલે છ અક્ષરનું ચોમાસું “ તેઓનો જન્મ અમરેલી ખાતે ૧૯૪૦માં થયો હતો...તેઓનું બાળપણ પણ ત્યાં વીત્યું. તેઓની ગીત રચના મીરાંથી લઈ સોનેટ સુધી હતી... મીરાંનું ગીત “જો મેં એસા ચાહતી કે પ્રીત મેં દુ:ખ કોઈ ન હોય “ને યાદ કર્યું. રમેશ પારેખ જ્યારે ખીલે છે ત્યારે શબ્દની સહજાત થી ખુલે છે. “ આજે મને આવ્યું બગાસું” ત્યારે તેઓ ૪૦ની સાલથી ઉજાગરા કરતાં એવું રમેશ પારેખ લખતાં.

જીવનની માયા આટોપી લે છે... તેઓએ સુંદર કાવ્ય સંગ્રહ એમાંનું જાણીતું “ચશ્માનાં કાચ”.... તેઓએ ૧૦ કાવ્ય સંગ્રહ લખ્યા ..

“કાશીના દિકરા” ચિત્રપટમાં તેઓનું સંવેદના ભરેલ ગીતને પિકચરમાં ઉલ્લાસમાં ફેરવાથી તેઓ ધણાજ નીરાશ થયાં હતાં. તેઓનું લેખનમાં છંદોન આવડતાં હાેવાથી છંદો પણ શીખયાં. સોનેટ લખવા સુરેશ દલાલ તેઓને મોકલતાં જે પાછળથી છંદો શીખી ઉપયોગ કર્યો. રમેશ પારેખ સોથી વધુ ગવાયેલ ગીતો ... ઓછી ટીકા સાથેજ સફળ ગીતોની યાદી મોટી રહેલ છે.

જીવનમાં મનગમતું હયાતીના હોવા કાલ્પનિક પાત્ર “ સોનલ” નું પીંજણ પણ પુષ્કળ થયું ... લોકોના મનમાં ઊઠતાં પ્રશ્નો કાલ્પનિક જ રહ્યાં... તેઓ માટે કહેવાતુંકે “ માનવજાતને ચાહનાર માણસ એ રમેશ પારેખ જ”. રાજા ભતૃહરી તથા પિંગળાની આછી યાદગાર સમજ આપી. તેઓના અમુક કાવ્યો અમુક જાતિને વ્યંગ્યાર્થ માં લખવાથી હોબાળો થયો અને પાટાપિંડી સુધી પહોંચેલ વાતને સહજ ભાવે કાઢી નાંખવાની અનોખી શૈલીમાં કહેતાં. તેઓની ગુજરાતી ભાષા પર પ્રભુત્વ પણ એક આગવી મિશાલ હતી.

લાભશંકર ઠાકર હંમેશ કહેતાં સારા

કાળ સાયવવે જે સંગ્રહ તેઓના મૃત્યુ પછીથી નિતિન વડગામા એ લખી પ્રકાશિત કર્યો.

લાભશંકર ઠક્કરે કહ્યું કે આપણા ગુજરાતી

સાહિત્યમાં ત્રણ કવિઓ નરસિંહ મહેતા, કવિ નાનાલાલ અને રમેશ પારેખનો ફાળો અગ્રગણ્ય છે. બીજી છેલ્લી વાત કહી “ કાગળ હરી લખેતો જ મળે કારણ હરીના મોરપીંછનો પડછાયો પણ કાગળ પર ન પડ્યો હોય એ કાગળનો અર્થ શું?

“મારા સ્વપ્નમાં આવ્યા હરી”

તેઓનું વ્યક્તવય પુરું થયા બાદ પ્રશ્નોતરીના ઉતર આપ્યાં બાદ

દિનેશભાઈ શાહે તેઓની આભારવિધિમાં રમેશ પારેખના પ્રિય ગીત સાંવરિયો રે મારો સાંવરીયોના શબ્દોની લહેક આપી

તેઓ દ્વારા આભારવિધિ પૂર્ણ કરી ફરી પાછા શઆવવાનું આમંત્રણ આપ્યું નવા વિષય સાથે પધારશે.

આ વ્યાખ્યાનમાં ભાગ લેનાર સર્વે શ્રોતાઓને ખાસ આભાર માની ફરીથી આવતા ગુરુવારે નવા વિષય સાથે મળીશું .. સાંભળવાની રાહ જોવાના સંકલ્પ સાથે છુટા પડયા.

શુભેચ્છક - દિનેશ શાહ.