Thursday, Jan 3 2021 | 09:00 PM IST | 03:30 PM UK | 10:30 AM (EST) USA | 09:30 AM (CST) | 07:30 AM (PST)
About
Event
એકવીસમી સદીના બીજા દાયકાને અંતે એક હકીકત એ છે કે આજનું અડધું ગુજરાત 1990 પછી જન્મ્યું છે .નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019 - 20 પ્રમાણે આજના ગુજરાતની 25 ટકા વસ્તી 15 વર્ષથી નાની ઉંમરના બાળકોની છે.તેનો એક મતલબ એ છે કે ગુજરાતના સમાંજજીવનમાં ભૂતકાળમાં ક્યારેય ન હતું એવું મહત્વ ઉગતી પેઢીનું છે.આ પેઢી એકવીસમી સદીની છે ખરી પણ તેના પર ઓગણીસમી અને વીસમી સદી નો વધતો ઓછો પ્રભાવ છે કારણકે તે તેની અગાઉની બે પેઢી સાથે જીવે છે.વળી આ નવી પેઢી શહેરી ગ્રામીણ અને ધર્મ જ્ઞાતિના વાતાવરણથી પ્રભાવિત છે અર્થાત હેટ્રોજીનિયસ છે.
વીસમી સદીની અંતિમ પચીસીમાં ગુજરાતમાં એક તરફ ગાંધી વિચારનો પ્રભાવ ઘટતો ગયો અને બીજી કોઈ પ્રગતિશીલ વિચારધારા સ્થાપિત ના થઇ એ શૂન્યાવકાશમાં એક તરફ કર્મકાંડી ધાર્મિકતા અને બીજી તરફ બજારનો પ્રભાવ ગુજરાતી શિક્ષિત લોકોની માનસિકતાને ઘડતો ગયો અને તેનું પ્રતિબિંબ વીસમી સદીના આજના સામાજિક અરીસામાં ઝીલાયું છે.
ભુકંપ જેવી કુદરતી અને કોમી સંઘર્ષ જેવી માનવસર્જિત કટોકટી એ પણ ગુજરાતને છેલ્લા 20 વર્ષમાં પલટયું. દુનિયાભરમાં ડંકો વગાડતા ગુજરાતીઓ ઘર આંગણે અસમાન જાતિ પ્રમાણ અને જ્ઞાતિવાદથી પીડાય છે.આ વાતાવરણના ઉગતી પેઢી પાસે કોઈ પ્રેરણાદાયી રોલ મોડિલ્સની અછત છે.
About
Speaker
Dr. Jani has various degrees in M.A., M.Phil. Ph.D. (Sociology).
Presently working as Associate Professor, with Department of Sociology.
He has 30 years of experience in teaching and research.
Dr. Jani’s area of research was in Caste, Religion, Tribal Studies, Unorganized Labour, Social Dimensions of HIV/AIDS
In academic / administration area he is member, OBC Commission, Senate Member, Member, Board of Management in various Universities based in Gujarat.
Newspaper and Magazine Weekly Column comes in 'Sumaj Darpan' in 'Fulchab' Gujarati Daily, ‘Janpath Column’ Gujarat Guardian Daily, Educational Journal (Monthly) & 'Aditya Kiran' (In Gujarati)