26 Sep 2021 | 09:00 PM (IST) | 04:30 PM (UK) | 11:30 AM EST (USA) | 10:30 AM CST | 08:30 AM PST

About

Event

આંતરસેવો. સામાન્ય રીતે ખાસ તો મહિલાઓ પોતાની અથવાબીજાની સાડી પહેરે ત્યારે મેચિંગ બ્લાઉઝના માપમાં વધઘટ થઈ હોય તો જરૂર પ્રમાણે ઑલ્ટર એટલે કે અંદર એવી સિલાઈ કરે જે દેખાય નહીં પણ હોય ખરી.

આપણાં કૌટુંબિક સમ્બન્ધ માં પણ આવી સિલાઈ ક્યારેક ઉકેલાય તો ક્યારેક સેવા ભરાય.વધઘટ પ્રમાણે.

"આંતર સેવો"વાર્તા સાસુ-વહુના સંબન્ધ ની આજ સુધી નહીં કહેવાયેલી એવી વાત કરે છે.બંને પોતપોતાની રીતે સારા છે.આમ જુઓ તો કોઈ પક્ષે ફરીયાદ નથી.પણ એવું કશુંક છે જે આત્મીય સંવાદની આડે આવે છે.સમાજમાં સાસુની મથરાવટી/છાપ પહેલેથી જ ચર્ચાસ્પદ.એ સારી હોય તોય વહુ અને પિયરીયા એને શંકાથી જુએ.આવું પાછું સાસુના પક્ષે પણ ખરું.વહુ એટલે પારકી જણી એ તો કેવી રીતે આપણી થાય?આમ

આ વાર્તા સાસુ વહુના કોમ્પ્લેક્સ સમ્બન્ધની વાત કરે છે

સાસુના અવસાન બાદ પુત્રવધુ સાસુનો કબાટ ખોલે છે.એક એક વસ્તુ સાસુનું વ્યક્તિત્વ પ્રગટ કરતી જાય.વહુને આજે સાસુની ખરી ઓળખ થાય છે.એક આત્મીય સંવાદ નહીં કરી શકવાના અફસોસ સાથે વહુ સાસુના ફીટ પડતા બ્લાઉઝની સિલાઈ ખોલે છે અને જાણે વાર્તા ફરી શરૂ થાય છે.

હમેશા એક વાત કહેવાય છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે.પુરુષ પ્રધાન સમાજે પોતાની સત્તા ટકાવવા સ્ત્રી ને સ્ત્રીની સામે મૂકી છે.ખરેખર આવું નથી. વિગતે રૂબરૂ વાત.

About

Speaker
Dr. Bindu Bhatt

Novelist - Short story writer-Critic-Translator
Education: M.A. Ph.D. (Hindi)Creative Publications:

1. Mira Yajnik-ni-Diary (A Novellette in Gujarati) 1992, Third Edition in 2005. Published by R. R. Sheth & Company, Ahmedabad. This book is the most reviewed book in Gujarati literature).
• Translated in Hindi by Dr. Virendra Narayan Singh, Published by Radhakrishna Prakashan Ltd. Delhi in 2006.
• Translated in Sindhi by Dr. Hundraj Balwani, Published by Gujarat Sindhi Sahitya Academy, Gandhinagar.
• Awarded “Govardhanram Smruti Puraskar” to this novelette.
• Sahitya Akademi, Delhi gave “Best Translation” Award to Sindhi Translation of the book.

2. Akhepatar (A Novel in Gujarati)

75 reputed institutions felicitated the writer for this Novel.
3. Bandhani (A collection of short stories) 2009
4. Bindu se sindhu ki or (Dr. Bindu Bhatt vyaktitva evam krititva)

Critical Works:

1. Adyatan Hindi Upanyaas
2. Aaj ke Rang Natak

Translations works:

1. Bija-na- Pag (1988)
Translation of the Hindi stories by the eminent writer Mr. Shreekant Varma, in Gujarati with the reputed writer of Gujarati literature Dr. Bholabhai Patel.

2. Andhi Gali (1994)

Translation of the Gujarati novelette by a famous writer Ms. Dhirubahen Patel, in Hindi.

3. Apabhransh Vyakaran (1994)

Translation of ‘Apabhransh Vyakaran’ by a well known linguist shri Harivallabh Bhayani, in Hindi.

4. Dadu Dayal (1995)

Translation of monograph on the great saint and poet of Hindi Dadu Dayal by Dr. Rambaksh, in Gujarati, Published by Sahitya Akademi, Delhi.

5. Fanishwarnath Renu (2003)

Translation of monograph on the great novelist of Hindi Fanishwarnath Renu by Dr. Surendra Chaudhari, in Gujarati Published by Sahitya Akademi, Delhi.

6. “SATYA” hindi translation of gujarati novel written by Jayant Gaadit, published by Gujarat Sahitya Akademi Gandhinagar 2014

Edited Works:

1. Gurjar Pravas Nibandh – with Raghuveer Chaudhary

2. Asmitaparva Vakdhara – with Harshad Trivedi

3.Asmitaparva Vakdhara – with Harshad Trivedi

Awards and Honors received:

(1) “Mira Yagnik ni Dayari”-‘ GOVERDHANRAM TRIPATHI’ Award 1992-1993.

(2) “ Akhepatar” –‘GUJARATI SAHITY PARISHAD’ Award 1999.

(3) “Akhepatar” –‘SAHITYA AKADEMI,’ NEW DELHI Award 2003.

(4) Justice Sharda charan Mitra ‘BHASHASETU SAMMAAN’ Kolkatta, 2009. (Award for translations works in Indian Laugages)

(5). “Bandhani” (A collection of short stories) Awarded “DHUMAKETU NAVALIKA PURSKAAR”by Gurjar Grntharatan Kaaryaalay in 2009

(6) “LAADALI” AWARD in 2017 for Gender sensitivity 2015-16(Western Region)By The ‘Laadali Media and Advertising Awards’.

Eminent services:

(1) Served as an expert in Government, semi government and reputed private institutions.
(2) Worked as a member of board of studies, paper setter, moderator and examiner.
(3) Worked as an expert in the examinations of M.A., M.phil. and Ph.D. at Hemchandracharya North Gujarat University, Patan; Veer Narmad South Gujarat University, Surat; Saurashtra University, Rajkot and Gujarat Vidyapeeth, Ahmedabad.
(4) Working as a Guide and expert for Ph.D. students at kadi sava Vidyalaya, Gandhinagar.
(5) Serving as an expert and panel member at Ambedkar open University, Ahmedabad.
(6) Serving as an expert and panel member at Indira Gandhi open University, Ahmedabad.
(7) Serving as an expert at K.C.G. Gandhinagar.
(8) Serving as an expert in “Sandhan” a programme of Dept. of Education Government of Gujarat
(9) Serving as a Committee member of “Gurjar Bharati” literary Organization, Gandhinagar.
(10) Working as an expert at Gujarati Sahitya Parishad, Ahmedabad; Gujarat Sahitya Academy, Gandhinagar; Bharatiya Bhasha Parishad, Mysore; Sahitya Akademi, Delhi.
(11) Served as an expert in more than 75 State level and National level workshops.
(12) Served as an expert and key note speakers in more than 100 State level and National level and International level Seminars and Conference.
(13) Collaboration with All India Radio, Ahmedabad. Since 1974.
(14) Participated in more than 30 Conversations, discussions and Interviews on Doordarshan Kendra, Ahmedabad.
(15)Attended ALL INDIA WRITER’S MEET as AWARDEE GUJARATI WRITER at KOHIMA organized by CENTRAL SAHITYA AKADEMI NEW DELHI and NAGALAND UNIVERSITY.KOHIMA.(NAGALAND) in march 24-25 2018.

Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત ‘આંતર સેવો‘ વારતા પઠન ના વકતા હતા બિંદુબહેન ભટ્ટ.

બિંદુબહેન ભટ્ટ ના વારતા સંગ્રહ ‘ બાંધણી‘ ની વાર્તા ‘આંતર સેવો‘ સ્ત્રી ની સંવેદના રજૂ કરતી ખૂબજ માર્મિક કથા છે.સાસુ વહુ ના સંબંધો નું વિષ્લેષણ આ વાતેા માં કરવામાં આવ્યું છે. સાસુના મૃત્યુ બાદ વહુ ના અધિકાર ક્ષેત્રમાં ક્યારેય જે ખૂણો સ્પર્શ્યા વગરનો હતો, જેનો અબાધિત અધિકાર માત્ર સાસુ નો હતો તેવો કબાટ ખોલતીવખતનુ વહુ રમ્યા નુ મનોમંથન સુંદર રીતે વણેવ્યુ છે.

વરસોથી સંઘરાયેલી ને સચવાયેલી ચીજવસ્તુઓ અને કપડાં એક પછી એક ખાનામાંથી બહાર કાઢતી વખતે , અકબંધ રહસ્ય પરથી પડદો ઊઠાવતી હોય તેવો ભાવ વહુ રમ્યા એ અનુભવ્યો. સાસુના બેનમૂન કારીગરી સમાન અંકોડી ના ગૂંથેલા ટેબલ કલોથ, ભરતગૂંથણના નમૂના બોલતા તેવું વહુને લાગ્યુ. તેમની આ અદભૂત કળાની કે ક્યારેય એને જાણ થઈ જ નહીં. કંઈ કેટલીય ત્રણ પેઢી સુધી સચવાયેલી સ્મૃતિ ઓનો ખજાનો જેમના સંગ્રહ માંથી ડોકિયાં કરતો વહુ. એ અનુભવ્યો. અજરક પ્રિન્ટ ની ચાદર, સાડીઓ જેનો વહુ દ્વારા ક્યારેય સ્વીકાર નહતો થયો, કે પણ એક ખાનામાં સચવાયેલી હતી. પતિ નુ બાળપણ પણ ચીજોમાં સંગ્રહાયેલું હતું. સૌથી આંખે ઉડીને વળગે તેવી તેમની બ્લાઉસ ની બાંયો કાપીને બનાવેલી બે્સિયર હતી, જે તેમણે કરેલ કરકસર ની સાક્ષી પુરતી હતી.

આજે તેમની ગેરહાજરીમાં સાસુ વહુ ના સંબંધો ,. મા દીકરી જેવા બનાવવા સાસુ એ કરેલો. આંતર સેવો વહુએ અનુભવ્યો. કૌટુંબિક સંબંધો સાચવવા કરવો પડતો આંતર સેવો ખૂબ જ સુંદર. વાત દ્વારા આપે બિંદુ બહેન સમજાવ્યું.

બીજી વાતેા ‘ તાવણી‘ તો ખરેખર સૌરાષ્ટ્ર ની બોલી ની લઢણ ને તેમની લેખન કળા એ જે સમૃદ્ધિ બક્ષી જેને માટે કોઈ બિંદુ બહેન ને બિરદાવવા પડે. ‘તાવણી‘ દ્વારા સમાજને સુંદર સંદેશ પાઠવવાનો બિંદુ બહેને પ્રયત્ન કર્યો છે. જીવનની ઘટમાળ માં ઊંચનીચ થતીરહે છે. અને સારા માઠાં પ્રસંગો એ માનવી ની કસોટી થતી રહે છે, કસોટી ની એરણ પર ટીપાઈ ને માનવી તેનું વ્યક્તિત્વ નો વિકાસ કરે છે. માખણ તવાઈ ને એનું ઉત્તમ રુપ આપવા પ્રયત્ન કરી ઘી માં રૂપાંતર કરે છે, કેવું વાતેા ‘ તાવણી‘ દ્વારા સુંદર દષ્ટાંત આપી સમજાવવામાં આવ્યું છે, તેનું વાતેા પઠન બિંદુબહેને કયુઁ.

વાતેા માણવા તમારે You tube subscribe કરવી પડે. કેમની સોરઠી ભાષા તો અમે માણી આપ પણ માણો. ખૂબ ખૂબ આભાર બિંદુ બહેન. ખૂબ ખૂબ અભિનંદન કોકિલા બહેન અને તેમની ટીમનો .

----સ્વાતિ. દેસાઈ.