26 June 2022 | 09:00 pm IST | 04:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST
About
Speaker

Dr. Arati Joshi
MD
Internal Medicine Physician
Practicing Internal Medicine and geriatrics for last 25 yrs.
Medical school: Baroda Medical college
Internal Medicine residency: St John Hospital Detroit USA
Yoga training: Patanjali Yogapeeth instructor
SVYASA Bangalore Yoga teacher training
Yoga therapy by Yogabharti USA
Conducting Yoga sessions at the local Mandir in Georgia for last several years

Dr Kalyanee Nathadwarawala
She is a Consultant Neurologist practising at UK currently but has been working in Vadodara too. She passed her MBBS in 1984 and went onto do her MD in internal medicine after which she pursued her Neurology career. She acquired her Neurology experience at SSGH hospital for 2 years while working with Dr Kaul and then migrated to UK through ODTS scheme where she was selected to start work as a registrar in Neurology. She achieved her Diploma in Clinical Neurology from the esteemed University of Central London and Queen's Square Hospital and hence since continued helping her patients in the best possible way. Her interest in Yoga started at a young age after school when she attended Yoga certificate from Adhyamanandjee. Currently she practices Yoga in her daily life and will share her experience of how it can help us from a medical view point.

Dr Yogesh Nathadwarawala
He is qualified trained orthopedic surgeon from baroda Medical college Practising consultant orthopedic surgeon in Abbergavany cardiff Uk Specialising in foot an ankle surgery Dr Yogesh has been yoga teacher and trustee in samarpan meditation

Dr. Mahendra Nathdwarawala
Born and brought up in Baroda after Masters in surgery from Baroda in1988 we came to United kingdom in pursuit of training in cardiac surgery Returned to Baroda in 1998 and set up cardiac surgical unit at Bhailal Amin General hospital In 2004 returned to uk and working as consultant emergency medicine in Watford Studied in gujarati medium school in baroda keenly interested in Gujrati sahitya Forum activities
Pratibhav
પ્રતિભાવ
ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા યોગ તબીબી દ્રષ્ટીકોણ થી કેટલો મહત્વનો છે, તેનું સુંદર માર્ગદર્શન આપતો પરિસંવાદ યોજ્યો. યુ. એસ. અને યુ.કે માં વર્ષો થી સ્થાયી થયેલ ચાર જાણીતા ડોકટર ડો.આરતી જોષી., ડો.યોગેશ નાથદ્વારાવાલા, ડો.મહેન્દ્ર નાથદ્વારાવાલા, ડો. કલ્યાણી નાથદ્વારાવાલા એ પરિસંવાદ માં ભાગ લીધો.
ડો. આરતી .જોષી એ અષ્ટાંગ યોગ ના પાંચ અંગો ચમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર પર ભાર મૂકી રોજિંદા જીવનમાં વણી લેવાનું સૂચન કર્યું. દરેક રોગોના મૂળમાં આહાર વિહાર ને તણાવ મુખ્ય છે તેથી રોગો ને યોગાસન નાથવામાં મદદરુપ થઈ શકે છે. સાથે સાથે એલોપથી ઉપચાર પણ ચાલુ રાખવા જણાવ્યું. પ્રાણાયામમાં અનુલોભ વિલોભ કરવાથી ઇંગળા પિંગળા નાડી ચોકખી થાય છે તેથી રોગનું નિદાન સારી રીતે થઈ શકે છે. તબીબી દ્રષ્ટી એ યોગના ફાયદા પર સુંદર પ્રકાશ ફેંક્યો.
ડો. યોગેશ.નાથદ્વારવાલા જાણીતા ઓર્થોપેડીક છે. તેમણે પણ ઓર્થોપેડીક દ્રષ્ટિએ યોગ ફાયદાકારક છે, તેમ જણાવતાં ઉમેર્યું , હાડકા અને સાંધાની કસરત યોગના આસનો દ્વારા સારી રીતે થઈ શકે છે. સ્નાયુઓ અને હાડકાંને યોગ્ય કસરત મળવાની તેની કાર્યક્ષમતા વધે છે. પ્રાણાયામથી શરીરના આંતરિક ભાગો ને પણ કસરત મળે છે . પ્રાણ એટલે જીવનની શક્તિ અને શ્વાસ ને કાબૂમાં (control) રાખી થતી શ્વસનક્રિયા એટલે પ્રાણાયામ . કપાલભ્રાંતિ પ્રાણાયામ ઉદરપટલની (છાતી ને પેટની વચ્ચે આવેલો સ્નાયુ) કાર્યક્ષમતા તેને યોગ્ય કસરત મળવાની વધે છે. નિયમિત સાત જાતના પ્રાણાયામ કરવાથી આયુષ્ય વધે છે. આસન અને પ્રાણાયામથી joints& cartilage ને યોગ્ય પોષણ મળે છે . લાંબા સમય સુધી કાર્યરત રહે છે, સાથે સાથે flexibility સુધારે( improve) છે. તબીબી કસરત પણ યોગ ના આસનો પર આધારિત છે. યોગ પણ એક વિજ્ઞાન જ છે. આપની સુંદર માહિતીપ્રધાન વક્તવ્ય થી ઘણી ગેરસમજ દૂર કરવામાં આપે મહત્વનું યોગદાન આપ્યું.
ડો. કલ્યાણી બહેન Neurologist છે. તેમના અનુભવ પ્રમાણે યોગના ઘણાં ફાયદા છે. યોગને રોજિંદા જીવનમાં અપનાવો તો મગજને લગતાકોઈ રોગ જ ના થાય. યોગ ને પ્રાણાયામથી જ્ઞાનતંતુઓ ઉત્તેજિત થઈ કાર્યક્ષમ બંને છે. લોહીનું પરિભ્રમણ હાથની ને પગની નસમાં સારી રીતે થવાથી Oxygen level જળવાઈ રહે છે. સૂર્યનમસ્કાર બધાં અંગો ને કસરત આપે છે. વજન સંતુલિત રહે છે, Stroke આવવાની શક્યતા નહીંવત રહે છે, કંપવા, લકવો, આધાશીશી જેવા રોગો ને નાથી શકાય છે, તે Research થી સાબિત થયેલું છે. માથાના દુખાવાની સામાન્ય બીમારી તો સંપૂર્ણ પણે નાબૂદ થાય છે.
અંતમાં કલ્યાણી બહેને ખૂબ સુંદર વાત કરી, પોતાના શરીરની જવાબદારી પોતાની જ હોવી જોઈએ. આપણાં શરીરને યોગ્ય કસરત ને આરતીબહેને જે પાંચ અંગોની મહત્તા સમજાવી તેને જીવનમાં વણી લેવાથી શરીર નીરોગી રહી શકે છે .
ડો.મહેન્દ્રભાઈ હ્રદય રોગના નિષ્ણાત, પણ યોગની હિમાયત કરતા માત્ર વક્તવ્ય,બ્રાહમી પ્રાણાયામ ની હિમાયત જ નહી, પણ તેમણે જીવનમાં વણી લીધેલ શિર્ષાસનના આસન નો તાદ્શ્ય અનુભવ પરિવારના સભ્યો ને કરાવ્યો. તેમના આસન અવસ્થા દરમ્યાન કલ્યાણી બહેનનો લયબધ્ધ ઓમકાર, અદ્દભૂત અનુભૂતિ !!!
પરિવારના સભ્યો નો બીજો અવિસ્મરણીય અનુભવ એટલે ડો. યોગેશભાઈએ કરાવેલ હાસ્ય યોગ . જેમાં સૌ જોડાયા અને એક હળવાશ અનુભવી.
ખરેખર આપ સૌ નું માર્ગદર્શન પરિવારના સભ્યો ને ખૂબ જ લાભકારક બની રહ્યું . આભાર માટે તો શબ્દો મળી જ નથી રહ્યા . ખૂબ ખૂબ આપ સૌનો આભાર.
કોકિલાબહેન અને તેમના પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર
----------સ્વાતિ દેસાઈ