Sunday, Octomber 25 | 09:00 PM IST | 04:30 PM UK | 11:30 AM EST (USA) | 10:30 AM CST (USA) | 08:30 AM PST (USA)
About
Event
Let's listen in Padma Shri Yazdi N. Karanjia's word and voice.
About
Speaker
B.Com, L.L.B. D.Com.
Padma Shri Yazdi Karanjia started his career as Typist in 1955. In 1989 he was invited to London to attend the First International Conference of the London Chamber of Commerce at University of Surrey. At present he is working with The Cambay Institute of Commerce as Teaching Principal.
As Extra curriculum activity his choice was to become actor. In 1958 he was selected as Best Actor at the Inter State University Festival, he was selected to represent Gujarat University at National Level. In 1959 he founded “Yazdi Karanjia Group” under the guidance and inspiration of his late father. Group have performed in all principal cities of India and also at Singapore, U.K., U.S.A and other places. Group aim is of Charity for various Institutions.
Nearly 300 Radio Plays written by Late Shri. C. C. Mehta and Yazdi Karanjia have been broadcasted from Ahmedabad, Baroda and Mumbai Radio Station. The “Tapi Tate Tapidas” series have won the hearts of many.
Yazdi Karanjia Group has replayed the Serial “Jara Hasay to Hasiya’, Parsi serial “Behram Daruwala and Daruwala”.
He has been honored by so many Awards :
Outstanding Personality Award – By Jaycees in 1977
Awarded Prestigious and coveted Gujarat Gaurav Award by Government of Gujarat for best contribution in the field of Art and Drama in 1994
Swar Sadhna Ratna Award by Swar Sadhna Samiti, Mumbai for outstanding contribution in Art and Drama.
All India Radio Award.
Life Time Achievement Award – by Academy of Cultural Activities and Arts Institute, Natraj Award, World Theatre Day by South Gujarat University.
Pratibhav
પ્રતિભાવ
ચોકસી ફાઉંડેશનના નેજા હેઠળ ગુજરાતી સાહિત્ય ફોરમ - વડોદરા , આજે ૨૧મો મણકો હતો. માળાનાં વધુ એક મણકાથી
આગળ ફરતો જાય એમ ... એમ ગુજરાતી સાહિત્ય ફોરમની ફોરમ પ્રસરતી જાય છે નવા એંબેસેડોર તથા સભ્યોની સંખ્યા વધતી જાય છે અને દરેકે દરેક કાર્યક્રમમાં દિન પ્રતિદિન ઉત્સાહ બેવડાતો જાય છે એનો આનંદ પણ અનેરો છે
આજના સુંદર વિષય “ પારસી રંગભૂમી - કલ આજ ઐાર કલ “ વિષય પર પદ્મશ્રી યઝદીભાઈ કરંજીયા એ સુંદર રીતે રજુ કરી હતી. આજે મારા માટે પણ આનંદનો વિષય હતો ... મારા મિત્ર બોમી દોતીવાલા જેઓ પોતે પણ નાટય કલાકાર હતાં. તેઓ સાથે અદી મરઝબાનના જોયેલ પારસી નાટકો પછીનો લગભગ ૩૦ વરસના બ્રેક પછી પારસી ઢબમાં એક કલાક આનંદ માણીશ..
આજના કાર્યક્રમનું સંચાલન ચોકસી ફાઉંડેશનના” કોકિલાબેન ચોકસીએ કર્યું .
આપણી સંસ્થા “ ગુજરાતી સાહિત્ય ફોરમ જે “ યુટયુબ ચેનલ પર જઈ એને વધુ ને વધુ લોકો સબસ્ક્રયાપ કરવા જણાવચું. આજે આપણે એક નવું ચેપટર જામનગર શરુ કર્યું . એના એંમબેસડોર તરીકે લલિતભાઈ જોષીની નિમણૂક કરી છે.
આપણા સિરસ્તા પ્રમાણે આજે વડોદરા ખાતેના એમંબેસેડોર ભાવનાબેન શેઠે તેઓઓનો ટૂંકા પરિચય આપતાં જણાવ્યું કે
જન્મ રાજકોટ કર્મ ભુમી વડોદરા રહી. વિનોબાભાવે આશ્રમમાં નેચરોપથીમાં કાર્ય કર્યું. વ્યવસાયે નેચરોપથીનું માર્ગદર્શનનું કામ કરી રહ્યા છે.
હવે વધુ સમય ન લેતાં ભાઈશ્રી યઝદીભાઈની આેળકવિધિ માટે કોકિલાબેને ... એઝિકયુટીવ ડાયરેકટર જયોતિબેન ચોકસીને વિનંતિ કરી...
જયોતિબેને ચોકસીએ જણાવ્યુકે યઝદીભાઈ જેઓ બીકોમ, એલએલભી સુધી અભ્યાસ કર્યો.
તેઓ શિક્ષક, લેખક તથા નાટયકાર તરીકે કેરીયરમાં સમર્પિત થયાં . ગુજરાત યુનિવર્સિટીમાંથી નાટકમાં ભાગ લઈ એમાં વધુને વધુ ઊંડા ઉતારતા ગયાં . તેઓ રેડિયો ગૃપમાં ચેરીટી માટે “ હસાય તો હસીએ” એ નાટકનાં લગભગ ૩૦૦ નાટકના શો રેડિયો પર કર્યાં. ગુજરાત સરકાર તરફથી ૧૯૯૪માં “ગુજરાત ગૌરવ” એવોઁડ પ્રાપ્ત થયો હતો. હવે વધુ વાત યઝદીભાઈ કરંજીયાના મુખેથી સાંભળવાનો આનંદ લઈએ.
તેઓની સુંદર શરુઆત જીએસએફના કાર્યક્રમો ગુજરાતી ભાષાની કોશીશને બિરાદી ...વાતનો દોર શરુ કર્યો... આજે પ્રેઝન્ટેશનનો જમાનો છે ... પણ ઈશ્વરને પણ પ્રેઝન્ટેશન કરતાં ઈનટેનશને પણ વધુ પસંદ કરશે.. આજે કોરોના કાળમાં ચંદ્ર પર જવાની વાંચ કરનાર મનુષ્ય ચોકમાં જતાં ગભરાય છે...૮૪ વરસે પણ તેઓ દ્વારા પોતની પત્ની સાથેના આનંદમય સંગાથમાં હ્યુમરીયસ વાતો કહી...
બીજી હદયને સ્પર્શી ગઈએ વાતનો દોર જો શાંત ચિત્તે વિચારએ તો આ સમાજમાં જો ગુલાબની જેમ રહેવું હોયકે જીવન વ્યતીત કરવું હોયતો સમાજમાં રહેલ કાંટાઓનો સાથ પણ અનિવાર્ય છે... બસ એજ રીતે બેટર હાફ ( પત્ની- હાફ ) શબ્દને પણ હું મારી દૃષ્ટિએ હું પાણીના અડધા ભરેલ ગ્લાસ સાથે સરખાવું છું... પતિ -પત્ની જતું કરી એકબીજાને માફ કરવાથી જીવનનો રથ આનંદમાં વ્યતીત થશે.
તેઓનો જન્મ વલસાડ , કર્મભુમી સુરત રહી.
તેઓએ નાટયનો દોર આગળ વધારતાં જેના ૬૦૦ જેટલાં પ્રયોગો થયાં એ નાટક “ કુતરાની પૂંછડી વાંકી તે વાંકી” એ વિશે માહિતી સભર કરી... બીજી વાત નળ - દમચંતિની કરી... હાસ્યરુપે જંગલમાં ખોવાઈ ગયેલ નળને શોધવા માટે દમયંતી ભગવાનને મદદ કરવા જણાવે છે ... પાર્વતીના કહેવાની શંકર ભગવાન પૃથ્વીલોક પર મદદ કરવા આગળ આવે છે..સાચી ઓળખ માટે બીજા ચાર નળ માયાવી રાજા સાથે પાંચે નળ રાજાને ઓળખ માટે લાવ્યાં ... તેમાંથી ખરા નળ કોણ?? દમયંતીએ ખરા નળને શોધી કાઢવાથી શંકરભગવાને પૂછ્યું ... બસ સરળ જવાબ ફક્ત ખરા “ નળ” પાર્વતીને ટીકીને જોઈ રહ્યા હોવાથી સત્ય ઓળખ થઈ ગઈ... યઝદીભાઈની હયુમરયસ છટામાં આખી વાત સુંદર રીતે રજૂ કરી.
જીવનમાં નાટકનું મહત્વ પણ આગવું છે... તેઓની જેજે સ્કૂલને ૧૦૦ વષઁની ઉજવણી માં એક આર્ટિસ્ટ જે સ્ત્રીના રોલમાં હતાં પણ કમનસીબે અવસાન થવાથી તેઓએ સ્ત્રીનું પાત્ર ખુબજ સુંદર રીતે ભજવ્યું ( show must go on ) એમાંથી આર્ટિસ્ટ ની પત્ની એ ખૂબજ સુંદર સહજતાથી જીવનને લીધું ..ત્યારથી આત્મ સંતોષ માટે ફક્ત કોમેડી નાટકો કરવાનું નક્કી કર્યું.. જેઓ તન - મનથી દુખી હોય તેઓના ચહેરા પર આનંદનો ભાવ લાવવો એજ નિજાનંદ ...
વડોદરામાં રહેતાં ચ.ચી મહેતાની યાદ તાજી કરી...તેઓ નાટકો લખતાં...ગુજરાતે ઇનટર યુનિવર્સિટીએ રાષ્ટ્રીય લેવલ પર તાલકોટ સ્ટેડિયમાં, દિલ્હી ખાતે હતો એમાં ગુજરાત યુનિવર્સિટી ત્રીજા સ્થાને આવી.
તેઓએ એક સુંદર વિચારને અમલ કર્યો....
કલામાંથી કમાણી ન કરવાના નિશ્ચય કર્યો...
એમાં તેઓના સહકલાકારોએ કોઈપણ મહેનતાણાની અપેક્ષા વગર સાથ આપ્યો એ પુઁણ તેઓની આગવી સિદ્ધિ કહેવાય. પછીથી તેઓએ ૧૩૯૦ની સાલ પૂર્વે સંજાણમાં પારસી કોમયુનીટીનું આવવું ..
ત્યાંથી શરુ કરી ગુજરાતને માતૃભૂમિનું સ્થાન આપી ભાષા, સંસ્કાર અપનાવ્યા.
વિવિધ કાર્યોમાં તેઓએ આપેલ યોગદાન યાદગાર રહેશે....
ગુજરાતી નાટયની પણ શરુઆત કરનાર કૈકુજી કાબરાજી ૧૮૬૭માં સ્થાપના થઇ એ પહેલાં ૧૮૫૩માં .. પ્રથમ ગુજરાતી નાટક “ રુસ્તમ સોરાબ” ભજવાયું.... પછીથી “સત્યવાદી હરીશચંદ્ર” રજુ થયું જેના લગભગ ૧૧૦૦ જેટલા પ્રયોગો થયાં... જે થકી મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી ગાંધીજીનો જન્મ થયો...
સોરાબ મોદી સિનેમા જગતમાં આવ્યા પહેલાં તેઓ એક સારા નાટયકાર હતાં. વગર માઈકે તેઓના પહાડી અવાજથી છેલ્લે સુધી અવાજ સંભળાતો... દિવસો જેમ જેમ આગળ જતાં ગયા એમ એમ ગુજરાતી રંગભૂમિનું ચિત્ર બદલાતું ગયું . પછી ફિરોઝ આટિંયા, અદી માર્ઝબન ત્યારબાદ પ્રવિણ જોષી આવ્યા...મારા મિત્ર બોમી દોતિવાલા સાથે તેઓના પારસી નાટકોનો ધણોજ આનંદ ભોગવ્યો.
તેઓના વિચારોનું દર્પણ તેઓએ અરીસામાં જોયું ... જે નીચે મુજબ છે.
- સાહિત્ય ... કલા શિક્ષણ એક કરી શકશે... ધર્મ નહી.
- બાંધવાથી બંધાય અને તોડવાથી તુટે એને સંબધ કહેવાય.
- સુખી રહેનાર ખુશ નથી પણ ખુશ રહેનારને સુખી થશે.
તેઓના જીવનમાં ચાર્લી ચેપ્લિન અને રાજકપુરની જીવન જીવવાની શૈલીએ અગત્યનો ભાગ ભજવ્યો છે. સુંદર ભાવો સાથેનો તેઓનું વ્યક્તવય પુરું કર્યું ... ભવિષ્યમાં જીએસએફ માટે જરુર આવશે એવું કમીટ કર્યું ... સમય... કોઈને માટે રોકાતો નથી... એજ સિદ્ધાંતો કામ કરી રહયાના અહેસાસ સાથે... અલકાબેને વોટ ઓફ થેંકસની પ્રણાલિકાને માન આપી
આવતા રવિવારે તા. ૧ નવેંમબરે રાત્રે ૯. વાગે ફરી વધુ સભ્યો સાથે મળીશું....
ત્યાં “સુધી સલામત રહો ... ખુશ રહો “
પ્રતિભાવક: દિનેશ શાહ