22 January 2023 | 09:00 pm IST | 03:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST

About

Speaker




Deepak Doshi

Editor



Navneet Samarpan (Gujarati Magazine)

Education:B.Com; M.A. (Gujarati)

Experience: Parichay Trust, 1984-85-86
Janmabhoomi- Pravasi, 1986
Navneet Samarpan, Since1987

Awards: Best Magazine award of Gujarat Govt, 1994-95 Jivan Gaurav Puraskar by Maharashtra Rajya Gujarati Sahitya academy -2014

Books:
• Edited 2003’s Best Stories in Gujarati By R.R.Sheth
• Hasyen Samaapayet By Navbharat Sahitya Mandir,
• Hasya Navneet By Navbharat Sahitya Mandir
• Bharat Ankadaama (pustika) By Parichay Trust
• Aanandni Dhooni Dhakhavi Bethelo Sadhu: Ghanshyam Desai Smruti Granth – 2018
• Saahcharya Lekhan Shibirna Trees Varsh- 2019

• Many Interviews of prominent writers, musicians, Dancers and social workers;
• Translations of Poems, Short Stories, Speeches and Articles Bought new promising talents to the world of Gujarati writting.
• Bought out special issues on Prominent writters Like Umashankar Joshi, Makarand Dave, Harindra Dave, Suresh Dalal, Adil Mansoori, Labhshankar Thaker, Chinu Modi, Nitin Mehta, Ghanshyam Desai etc.
• Secretary of 150 year old Forbs Sahitya Sabha.


Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય મુનશીની અંતરયાત્રા ના વક્તા હતા દીપકભાઈ. દોશી જેઓ નવનીત સમર્પણ માસિકના સંપાદક તરીકે કાર્યરત છે. કનૈયાલાલ મુનશી સ્થાપેલ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા માસિક સાથે જોડાતા દીપકભાઈ ને કનૈયાલાલ મુનશી ને જાણવાની અમૂલ્ય તક મળી, તેમની વાણી ની સરવાણી તે મુનશી ની અંતરયાત્રા નો લાભ ગુજરાતી સાહિત્ય પરિવારને મળ્યો . સૌ માટે એ ધન્ય પળ હતી!!!

આપણે સૌ કનૈયાલાલ મુનશી ને એક લેખક કે ઇતિહાસકાર તરીકે જાણીએ છીએ, પણ તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે અન્ય ક્ષેત્રે આપેલ સેવા વિશે અજ્ઞાનતા ધરાવીએ છીએ. માત્ર નવલકથાકાર નહીં, પણ રાજકારણમાં પણ તેમની ભૂમિકા સક્રીય રહી હતી. ભારતના સંવિધાનમાં ખૂબ જ ચીવટાઈથી કામગીરી નિભાવી હતી.અસાધારણ બુધ્ધિપ્રતિભા ધરાવતા કનૈયાલાલ મુનશી માં વૈવિધ્યસભર કામ કરવાની ઉર્જા ક્યાંથી મેળવી હશે તેવો પ્રશ્ન અજાણ્યે પણ થયા વગર રહે નહી

અંગ્રેજો ના શાસનકાળ દરમ્યાન કોંગ્રેસના પ્રધાનમંડળ માં 1937 થી 1939 સુધી પ્રધાન હતા. તે સમય દરમ્યાન મુંબઈની રોયલ કલ્બ નું સભ્યપદ ભારતીય ને મળતું ંનહતું , તેના સભ્ય પણ થયા હતા. ઘોડાની રેસના પણ પ્રેસીડન્ટ હતા. ઘોડાની રેસના શોખીન અંગ્રેજો ઘોડાની નસલ વિદેશથી મંગાવતા , તેમાં પણ વિરોધ નોંધવી ભારતીય ઘોડા નો ઉપયોગ કરવાનું સૂચન કરી ઘોડાની કેળવણી માટે યોગ્ય પગલાં લીધા હતા.

આઝાદ ભારતમાં જોડાવાની હૈદરાબાદના નિઝામની મરજી નહતી, તેની સાન ઠેકાણે લાવવા સરદારે કનૈયાલાલ ને એજન્ટ બનાવી ભારતમાં જોડાવાની કામગીરી સોંપીહતી, તેમની મુત્સદગીરી થી અશક્ય કામગીરી પાર પડી ને હૈદરાબાદ ભારતમાં ભળી ગયું. બારડોલી સત્યાગ્રહ માં પણ મોખરે હતા.

ભારતની સંસ્કૃતિ ને જીવંત રાખવા સંસ્કૃતને પ્રોહત્સાન આપવા બનતા પ્રયત્નો કર્યા. આજે પણ ભારતીય ભવનમાં સંસ્કૃત ની પાઠશાળા ચાલે છે. તેમના રહેવા તથા જમવાની વ્યવસ્થા ભારતીય ભવનમાં કરવામાં આવે છે. ઘણાં મંદિરના પૂજારીઓ ભારતીય ભવનના સ્નાતક છે.

તેમની દીર્ઘ દ્રષ્ટિ થી સંસ્કૃત ભાષા આજે પણ ઉચ્ચ સ્થાને છે . તેમણેજોયુંકે ભારતની પ્રજા ગરીબ છે મોંઘા પુસ્તકો ખરીદવાની તાકત નથી, તો નાની પોકેટબુકનું મોટું કામ તેમણે કર્યું. ભવન તરફથી માત્ર 1 રૂ. માં પ્રકાશિત કર્યા. કનૈયાલાલે પ્રેમચંદ સાથે મળીને સાહિત્ય માટે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી.

કનૈયાલાલ મુનશી ની છેલ્લી નવલકથા કૃષ્ણાવતાર અંગ્રેજી માં પણ લખાઈ. નાટય પ્રવૃત્તિને પણ પ્રોહત્સાન આપ્યું. ઘણાં મોટા કલાકારો ને પ્રથમ સ્ટેજ તેમની સંસ્થા દ્વારા પ્રાપ્ત થયું. ભારતીય વિધાભવન સતત વિકસતી સંસ્થા છે. દેશ વિદેશમાં તેના કેન્દ્રો ને શાળાઓ આજે પણ કાર્યરત છે.

તેમણે કાર્યનિષ્ઠા જીવનના 60 વર્ષ સુધી નિભાવી. વર્ષમાં બે થી ત્રણ પુસ્તક પ્રગટ કરતા, ઈશ્વર દ્વારા જ કાર્ય કરવાની ઉર્જા પ્રેરિત થતી હશે એમ માનવું જરાપણ અસ્થાને નથી.

તેમના જીવનમાં કેન્દ્ર સ્થાને ઈશ્વર હતા. બિનસાંપ્રદાયકતામાં શ્રધ્ધા ધરાવતા હતા. તેમની સંસ્થા કોઈ જાતિ કે ધર્મ ને આધારિત કાર્યરત નથી. સત્ય ને વચનને હંમેશા સમર્પિત રહ્યા. વિશ્વ હિંદુ પરિષદના પણ પ્રમુખ પદે હતા. તેઓ માનતા કે શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે નૈતિક મૂલ્યો

જળવાઈ રહે, તને માટે સતત પ્રયત્નશીલ રહ્યા. તેમના પ્રકાશિત થતા માસિક નવનીત ને 1980 માં નવનીત સમર્પણ શીર્ષક આપવા પ્રત્યે તેમની સતત સમર્પણ ની ભાવના જ હતી તેમ કહી શકાય . એશિયામાં સૌથી

મોટું ટ્રસ્ટ ભારતીય વિધાભવન જ છે. નૈતિક મૂલ્યો ને સંસ્કૃતિ ને જાળવવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે. તેઓ શ્રી અરવિંદ ના શિષ્ય હતા . યોગનો અભ્યાસ પણ કર્યો હતો. જવલ્લે જ મળતી અનેકગણી બુધ્ધિપ્રતિભા નાસ્વામી હતા . આવી મહાન વિભૂતિને કોટિ કોટિ વંદન

આપનો ખૂબખૂબ આભાર દીપકભાઈ , તમારા થકી આજે કનૈયાલાલ મુનશી જેવી મહાન વિભૂતિની સાચી ઓળખ પરીવારના સભ્યોને પ્રાપ્ત થઈ.

કોકિલાબહેન અને તેના પરિવારના સભ્યો ને આવી અલભ્ય તક ફાળવવા બદલ ખૂબ ખૂબઆભાર .

- — સ્વાતિ દેસાઈ