2 April 2023 | 09:00 pm IST | 03:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST

About

Speaker




Ms. Nafisa Barot

Founder & former Executive Director, Utthan



With four decades of experience in building gender sensitive institutions for the empowerment of rural marginalized communities, Nafisa Barot is actively associated with various movements, influencing people and policies around water, gender justice, conflict transformation and sustainable development.

Persevering to understand what options communities might have for development and hope in coastal Gujarat, efforts in working with women with a potential for leadership and with stamina to face barriers to change, led her to co found Utthan in 1981. Today, Utthan has established its identity in successfully demonstrating how gender sensitive institutional mechanisms and technologies through women’s leadership and community participation can address the issues of the most marginalized. In 2016, she instituted leadership succession within Utthan, a marker of her belief in ensuring institutional sustainability. She continues to be on the Board of Utthan and formally mentors Utthan’s new leadership.

Nafisa for decades have served on the board of several local, National and International platforms and networks.

Nafisa is a recipient of ATREE’s T.N Khoshoo Memorial Award, 2005 for exemplary work in conservation and sustainable development. Her sectoral leadership and contributions to the establishment and promotion of community-based initiatives on WASH, roles and needs of women, led to her win the International Water Association’s Women in Water Award, 2020.

She holds a Bachelor’s degree in Food and Nutrition from M.S. University, Baroda.


Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય સંઘર્ષ અને મહિલા સશક્તિકરણ ના વક્તા હતા નફીસા બારોટ. તેમણે 1981 માં ઉત્થાન સંસ્થા સ્થાપી ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં ઘણાં વિકાસલક્ષી કાર્યો મહિલા સશક્તિકરણ દ્વારા કર્યા.

મધ્યમવર્ગી પરિવારમાં જન્મેલા નફીસા બહેનના જીવનમાં અનેક પડકારો આવ્યા, તેને પહોંચી વળવાની હિંમત કેળવવામાં તેમની માતાનો મોટો હાથ હતો. તેમની માતા ને જુદા જુદા સમુદાયોની સાથે રહેવું ગમતું, તેમાંથી તેમના જીવનનું ઘડતર થયું. વોરા સમાજમાં જન્મેલા નફીસા બહેન સમાજમાં પ્રર્વતતા ભેદભાવ ને અન્યાય થી દુ:ખી થતા . તેઓ વિચારતા સમાજમાં બદલાવ જરુરી છે. તેમનું મૂંઝવણ અનુભવતા મને રસ્તો શોધવા વિચાર કરવા માંડ્યો . તેમના વિચાર બીજમાંથી ઉત્થાન સંસ્થાનો જન્મ થયો. તેમની સાથે જોડાયેલી ચાર મિત્રો જે જુદા જુદા સામાજિક સ્તરમાંથી આવતી હતી, તેમની સાથે સામાજિક બદલાવ માટે કટિબદ્ધ બન્યા.

શરૂઆતમાં ધંધુકા તાલુકાનો સર્વે કરતા જણાયું કે ખૂબ જ વેરાન અને ઉજ્જડ પ્રદેશમાં રોજગારી માટે કંઈક કરવું જોઇએ. પાણીની ત્યાં મોટી સમસ્યા હતી. તે વિસ્તારની બહેનો સાથે વાતચીત કરતાં જણાયું પાણી માટે ખૂબ દૂર સુધી જવું પડે છે, એક ઘડા પાણી માટે નો સંર્ઘષ ને પાણી માટે ટળવળતા લોકોને જોઇ તેઓ ના હ્રદય દ્રવી ઉઠયા. તેમણે તેની વિડીયો કલ્પી બતાવી હ્રદયદ્રાવક પરિસ્થિતિ થી શ્રોતાજનોને પણ માહિતગાર કર્યા. તેમણે presentation દ્વારા કામગીરી જળ project હાથ પર લઇ કેવી રીતે પૂરી પાડી તેનાથી શ્રોતાજનોને જ્ઞાત કર્યા. મહિલાઓ સામે જે પડકારો હતા તેમનું વિશ્લેષણ કરી નિશ્ચિત ધ્યેય ને પાર પાડવા કમર કસી. પડકારો અનેક હતા જેમાં મુખ્યત્વે લાંબા અંતરથી આવતા પાણીમાં ચોરી, ભંગાણ, ભષ્ટ્રાચાર, સ્થાનિક નિયંત્રણનો અભાવ ,કથળતા કુદરતી સંસાધનો મુખ્યત્વે હતા. તેમણે જોયું કે સરકાર સામે પોતાની પાયાની જરુરિયાત પૂરી કરવા માટે સામૂહિક અવાજ નથી ને એક મંચ નથી. મહિલાઓને ખૂબ જ કઠોર પરિશ્રમ કરવો પડે છે, વળી જાતિભેદ, લિંગ ભેદ ને ધર્મ ના અવરોધો છે. સામાજિક બદલાવ માટે મહિલાનું નેતૃત્વ જરૂરી છે. મહિલાઓ જ પોતાના હકો માટે લડે, પોતાનો અવાજ ઉઠાવે તો જ બદલાવ શક્ય છે. આમાંથી મહિલા સશક્તિકરણ ની પ્રક્રિયા હાથ ધરાઈ. મહિલા સશક્તિકરણથી તેમનામાં નૈતિક હિંમત આવી, જેનાથી જાતે નિર્ણય લેવાની ક્ષમતા આવી. પોતાના હકો માટે સરકારની નિતી સામે પણ લડવું પડશે તેવી જગરુકતા આવી.

ભાવનગરના આદિવાસી વિસ્તારમાં પણ ઉત્થાનના કાર્યકરો દ્વારા મહિલા ઓ પોતે પોતાના અધિકારો મેળવે , કામગીરી બદલ પૂરતું વેતન મેળવે તે માટે ચળવળ શરુ કરી. નફીસા બહેને તેમના presentation દ્વારા કરેલી કામગીરી નો અછડતો ખ્યાલ આપ્યો. તેમની ચળવળમાં મહિલા પૂરતું વેતન મેળવે, જમીન પર પોતાની માલિકી માટે જાતે નિર્ણય લઇ શકે, ખેતરમાં કયા પાક નું વાવેતર કરવું, તેમાટે સરકારની પાસેથી કેવી રીતે મદદ મેળવવી , વ્યવસ્થિત આયોજન દ્વારા પોતાની માંગણી માટે અવાજ ઉઠાવવો, મહિલાઓને સંસ્થાઓમાં સંગઠિત કરી નિર્ણય લેવાનાં સામેલ કરવી જેવા મુદ્દા આવરી લેવામાં આવ્યા. સશક્તિકરણ ને પ્રોત્સાહન મળવાથી આજે પંચમહાલ, ભાવનગર, મહુવા ની બહેનો ખેતીમાં આત્મનિર્ભર બની છે. જંગલો સાચવવામાં ને જંગલ પેદાશ ની ઉપજ મેળવવાનાં સાથ આપે છે.

દરિયાઈ વિસ્તારોમાં આબોહવા, જળસ્ત્રોત, પર્યાવરણ ના રક્ષણ ને આજીવિકા માટે પડકારો અલગ છે. સંસાધનો ના રક્ષણ માટે વિરોધ કરવો પડે છે. ઔધોગિકરણ ને લીધે

કંઇ કેટલાંય કુટુંબો જમીન વિહોણા થયા છે, તેમને આજીવિકા માટે સ્થળાંતર કરવું પડ્યું છે. તેમની જમીનનું યોગ્ય વળતર મેળવવા ભાવનગરની બહેનો નું સંગઠન મંડળ અસ્તિત્વમાં આવ્યું, ને સરકારને લડત આપી. મહુઆમાં પણ પાણી માટે ચળવળ થઇ. ભાવનગર, અમરેલી, દાહોદ, પંચમહાલના પછાત જિલ્લામાં ગરીબી, હિંસા, અસમાનતા માટે ન્યાય મોટા પ્રશ્નો છે. શાંતિ , ન્યાય અને સન્માન માટે એક જુથ થવું જરૂરી છે. મહિલાઓ સમાજમાં પ્રર્વતતી બદીઓથી પિડીત છે. મહિલા ઓ એ સંગઠિત થઇ અવાજ ઉઠાવે તો તેમને હક, અધિકાર સાથે ગૌરવ પણ મળે. સમાજનું ભવિષ્ય મહિલા સશક્તિકરણ થી જ ઉજ્જવળ થશે એ બાબત પર નફીસાબહેને ભાર મૂક્યો. અંતરિયાળ ગામડાંઓમાં ઘણી મહિલાઓ નિરક્ષર હોવાથી પોતાના અધિકારો માટે લડી નથી શકતી . જમીન અને મિલકત ના અધિકારો માટે મહિલા ને જાગ્રત કરવી જોઇએ. પતિના મૃત્યુ બાદ વારસાઇના હક્ક માટે જો મહિલા અરજી કરે તો કુટુંબના બાકીના સભ્યોની હેરાનગતિ નો વિડીયો બતાવી સમાજની અધમ માનસિકતાના દર્શન નફીસા બહેને કરાવ્યા . ટૂંકમાં મહિલાઓ એ પોતે જ પડકારો ઝીલી વારસાઇના હક્ક મેળવવા લડત આપવી પડશે.

સમાજમાં બદલાવ માટે ઉત્થાન ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે, આજે નફીસા બહેન સાથે યુવા વર્ગ જોડાયો છે. તેમની પરિકલ્પના એવા સમાજનું નિર્માણ કરવા માંગે છે, જેમાં સામાજિક ન્યાય સાથે સમાનતા હોય . શરુઆતમાં પાણીને મધ્યમાં રાખી ને ઉપાડેલી લડત મહિલા સશક્તિકરણની સફળ યાત્રા બની રહી છે.

નફીસા બહેન આપ જે ધ્યેય થી સફર ચાલુ કરી છે , અનેક ઉતાર ચઢાવવાળા ઘટનાક્રમ તમારું પ્રેરકબળ બની રહ્યા છે , તો અંત પણ તમારું લક્ષ પૂર્ણ કરશે તેમાં કોઇ શંકાનું સ્થાન નથી. અમારા સૌની શુભેચ્છા તમારી સાથે છે.

આપના પ્રેરણાદાયી વક્તવ્ય માટે ખૂબ ખૂબ આભાર

કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર

------- સ્વાતિ દેસાઈ