Sunday, October 18 | 09:00 PM IST | 04:30 PM UK | 11:30 AM EST (USA) | 10:30 AM CST (USA) |
08:30 AM PST (USA)
About
Event
Let's listen in Dr. Bharat Desai's word and voice.
About
Speaker
B.E. (Electronics), Author, Sitar vadak
He has perused many degrees, B.E. (Electronics), D.P.A. (Sitar), PG in Quality Management (USA), B.P.A., Master in Performing Arts in Indian Classical Music, Ph.D.
Awarded degree of Ph. D. by M. S. University of Baroda, Vadodara for my thesis on the subject of “Fulfillment of Desired Features of Sitar in Utility of Live Concerts of Contemporary Music -An Analytical Study”.
Published research papers in national and international magazines on the subjects of, “Characteristics of nature of sound for sitar”; “Types of microphone used for the purpose of music”; “The reasons of impact of synthesized digital musical instruments on acoustic musical instruments.
- Authored Books as following :
- * Computer Hard ware
- * Bharatar- A featured Futuristic Sitar
- * સૌંદર્ય શાસ્ત્ર – સંગીતના પરિપ્રેક્ષ્યમાં (Aesthetics -in the context of Music)
Founder of ‘My Music Club: Group of people mastering in various filed of their business with common interest subject –music. Where music is played for self-enjoyment without any commercial aspect.
Invented a new musical Instrument - ‘BharaTar’
Launch Instrumental music Album “Folks on the String” in 2019.
Professionally Working :
As a Director at ab’s Desh Infotech Pvt. Ltd. - a company which is IT leader of the industry since 27 years.
As AV consultant and acoustician at SOUND BLISS – a company making, Home theatre, Auditorium, and Theatre.
Pratibhav
પ્રતિભાવ
ચોકસી ફાઉંડેશનના નેજા હેઠળ ગુજરાતી સાહિત્ય ફોરમ - વડોદરા , આજે ૨૦મો મણકો હતો. માળાનાં વધુ એક મણકાથી
આગળ ફરતો જાય એમ ... એમ મારી આસ્થા પણ પ્રભુને ચરણે મારા દ્વારા કરાતી માળાની જેમ મણકા આગળ ફરતાં જતાં જાય એમ .. એમ શ્રધા પ્રબળ તથા ધ્યાન કેન્દ્રિત થતું જાય એજ પ્રમાણે મારી પણ ગુજરાતી સાહિત્ય ફોરમના દરેકે દરેક કાર્યક્રમ દિન પ્રતિદિન ઉત્સાહ બેવડાતો જાય છે સાથે સાથે સભ્યોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વઘારો થતોજ રહે છે એનો આનંદ પણ અનેરો છે. મારે મન સંગીત જીવન છે... જેનો આપણા નિજાંનદ માટે સારા “કાનસેન” થવું પણ એક લાહો હશેતોજ આનંદ લઈ શકું છું...
આજનો વિષય “ ભારતીય સંસ્કૃતિમાં સંગીતના અર્થ અને તેનું શ્રેષ્ઠતવ “ વિષય પર ડો. ભરતભાઈ દેસાઈનું સુંદર વ્યાખ્યાન હતું.
આજેના મોડરેટર( મધ્યસ્થી) “ચોકસી ફાઉંડેશનના” કો - ફાઉન્ડર ભાઈશ્રી કૌશલભાઈ ચોકસીએ શરુઆત કરી.
પછી કોકિલાબેન ચોકસીએ સુકાન સંભાળ્યું.. ભરૂચના એમ્બેસેડર ડો. કીર્તિબેન જોષીએ તેઓનો પરિચય આપ્યો ... તેઓ એમએડ કર્યું હાલમાં નવજીવન વિદ્યાલયમાં તેઓ પ્રિન્સીપાલ છે. તેઓએ રોટેરીયન તરીકેની આગવી સેવા પ્રદાન કરી છે. મેરેજ બ્યુરો સેવાભાવ રુપે ચલાવે છે. ગુજરાતી સાહિત્ય ફોરમમાં જોડાવાનો આનંદ છે.
હવે આજના વક્તા ડો. ભરતભાઈ દેસાઈનો પરિચય ઇંદોરના એમ્બેસેડર નિર્જરી વસાવડા એ આપ્યો ... શરુઆતમાં જણાવ્યું કે ડો. ભરતભાઈનો પરિચય એટલે
સૂરજને અરીસો બતાવવા બરોબર છે. બીઈ ઇલેકટરોનિકસમાં, ડીપીએ સિતારમાં પૂર્ણ કર્યું. પોસ્ટ ગ્રેજુએટ કવોલિટી મેનેજમેનટમાં યુએસએથી પૂર્ણ કર્યું. તેઓએ પરફોરમિંગ આટઁસમાં ઇનડીયન કલાસીકલ મયુઝીકમાં એમએસ યુનિ.માથી પીએચડી કર્યું... તેઓએ નિજાનંદ માટે માય મ્યુઝીક સેંટર શરું કર્યું. વધુ વાત હવે તેઓના મુખે સાંભળવું હિતાવહ છે.
ડો. ભરતભાઈએ શરુઆતમાં તેઓની સંગીત માટેની નાનપણ રુચી આગળ કોલેજમાં ભણવા માટે એમએસ યુનિવર્સિટીમાં ગિટારના શોખને શીખી ભણવું હતું ...પણ તેઓને જવું હતું રોમ પણ પહોંચી ગયા પેરીસ જેવા હાલ -ખરેખર સિતારના તાર સાથે જે લાગણીથી જોડાણ થયું અને મ્યુઝીક કોલેજનાં એડમિશન સીધું - સિતાર અને સરોદના કોંબીનેશન પર ભણ્યા.
સંગીતની વ્યાખ્યા શું? વિચારોતો મનને આનંદ આપે અને મન પ્રફુલ્લિત કરે!!!
તેઓએ સંગિતના વિષય પર બે પુસ્તકો લખ્યા પછી આજનો માહોલ ગુજરાતી સાહિત્ય ફોરમમાં નિહાળ્યા પછી હવે ત્રીજું પુસ્તક ગુજરાતીમાં લખવાનું નક્કી કર્યું જે આપણે માટે પણ ગૌરવની વાત છે. સંગીત ચાર સંસ્કૃતિ... મીસર (ઇજિપ્ત ), ભારત, ગ્રીસ, ચીને આધીન છે પણ તેઓનું લક્ષ આપણા ભારત પર વિચારો રજૂ કર્યા. ભારતમાં સંગીત શબ્દ આવતાં પહેલાં કહેવાય છે કે ઇસવીસન ૨૦૦ કે ૪૦૦ની સાલમાં આવ્યું . પછીથી ગાંધર્વ શબ્દ વપરાશમાં આવ્યા આવ્યા બાદ ૧૩મી સદીમાં “ સંગીત રત્નાકર “ શબ્દ આવ્યો..
આજે આપણા વપરાશમાં મયુઝીક શબ્દનું ચલણ છે જે ગ્રીક શબ્દ “ મ્યુઝ “ માંથી સમય જતાં અપભ્રંશ થતાં થતાં “મ્યુઝીક” થઈ ગયું. એવીજ રીતે સમ્યક જે સુશોભિત કરેલ જ્ઞાનને સંગીત કહેવાયું.
તેઓએ આગળ વધુ પ્રકાશ આપતાં જણાવ્યુંકે સંગીત દિવ્ય સવરુપે જોવામાં આવતું હતું ... એ ૧૪ વિદ્યાઓ અને ૬૪ કળાઓ તેમાં સંગીતને ઊંચું સ્થાન છે.
જેમાંથી પાંચ કળાઓ લલિતકળા તરીકે સ્થાન પામી છે... જેમાં સંગીત, ચિત્રકળા, મૂર્તિકળા, કવિતા અને વાસતુકળા.. આ વિષય એટલો બધો ગહન છે કે જે દરેક વિષયો પર પીએચડી થયેલ હોવાં છતાં જ્ઞાન સંપૂર્ણ / પૂર્ણ નથી.
તેઓએ કાલિદાસ તથા કૌટિલ્યને યાદ કરી એમના દ્વારા સંગીતની મહત્વતાનો અહેસાસ કરાવયો. પછી વધુ આગળ જતાં જણાવ્યું..કે સંગીત યાેગ છે ... સાધના નથી પણ સાધય છે . જીવ ને શિવમાં સ્થાપિત કરે છે. કહેવાય છેકે સંગીતમાં પ્રભુને પામવા માટે ૧૪ વિધા અને ૬૪ કળાઓ છે. વધુ આગળ જણાવ્યું કે સંગીતથી આનંદની અનુભુતિ કરી શકો છો. ભાષા અને સંગીત એકબીજાના પુરક છે... સાથે ચાલે છે. શાસ્ત્રીય સંગીતમાં નિયમ બધધતા છે.
- સંગીતનું અસ્તિત્વ છે .
- સંગીતમાં પવિત્રભાવ હોવાથી પહેંલા જરુરથી પગે લાગીને જ આગળ વધવાનું ...
- સંગીત એક રસશાસ્ત્ર છે.
- બધીજ ઉંમરના લોકો સંગીતના અસ્તિત્વનો સ્વીકાર કરે છે કે સંગીત છે.
- દરેક વિષયમાં સંગીત છે - nexus “ નેક્ષસ” છે જ.
- મનને પ્રફુલ્લિત રાખવા કોઇપણ દવા નથી... સંગીત જ મનને પ્રફુલ્લિત રાખે છે.
- હાલમાં સંગીત થેરપી પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે...
છેવટે ઘણાજ સુંદર ભાવાર્થ થી “ સતયમ, શિવમ્, સંદરમ્ ની વાત કહી... તેને ગૂઢભાવ ઘણાજ સુંદર રીતે રજૂ કરી સમજ આપી..
તેઓએ સભ્યોનાંજે ભાવ હતાં કે સવાલનો જવાબ પુરો કરી ... સમય બીજી વખત પણ આપણે માટે ઉપલબ્ધ કરશે એજ ભાવથી
આભાર વિંધી પુરી કરી...
કોકિલાબેને આવતા રવિવાર તા. ૨૫મી ઓકટોબર રાત્રે ૯ વાગે મળીશું... ફરી એક નવા વિષય સાથે “ પારસી રંગભૂમી - કલ, આજ આૈર કલ” યઝદીભાઈ એન. કરંજીયા વ્યાખ્યાન આપશે... ચાલો ... વધુ એક સારા રવિવારની રાહ જોઈએ...
પ્રતિભાવક - દિનેશ શાહ.