17 Jan 2021 | 09:00 PM (IST) | 03:30 PM (UK) | 10:30 AM EST (USA) | 09:30 AM CST | 07:30 AM PST

About

Event

અધ્યાત્મની ભૂમિ ભારતમાં જે કથાઓ ગ્રંથો રચાયા તેની પાછળ એક ચોક્કસ વિચારણા હતી બદલાતા સમાજ સાથે એ પાત્રોને વાંચવાની રીત બદલાય છે. ઘણીવાર આ કારણે આપણે એ પાત્રોને એક સંકુચિત નિશ્ચિત પરિપ્રેક્ષ્યમાં જોઈએ છીએ. સાહિત્ય અને સંસ્કૃતિ જીવંત ચેતનાનું પ્રતિબિંબ છે. જે સતત બદલાતું અને વિકાસતું રહે છે. કુતીનું પાત્ર એવી જ એક જીવંત ચેતનાની વાત લઈને આવે છે, માત્ર એક સ્ત્રીનો અવાજ નથી પરંતુ આ એક વ્યક્તિ વિશેષની સંવેદનાની વાત છે, જે સંઘર્ષથી ઘડાયા અને એ આગવો ચહેરો લઇ આપણી સમક્ષ પ્રગટ થાય છે. કુંતી એ સત્યનું, અસ્તિત્વનું, આપણા હોવાપણાનું પાત્ર છે. આજ સુધી આપણે એના રુદનભર્યા ચહેરાને જોયા ચાલો હવે આપણે તેના આત્મિક તેજ અને પ્રભાવ પણ જોઈએ.

About

Speaker
Dr. Sejal Shah

Head of Dept., Associate Professor at M.N.W.College, Author, Script Writer, Ph.D. on Theory of IntertextualityShe is an active member of IQAC and CDC committees.

Awards : Dr. Sejal Shah was awarded “Smt. Heerabahen Pathak Vivechan Paritoshik - 2020” for literary critical work in Gujarati Literature , She won the “Best Reader” award at MNWC in year 17-18 for most effective utilization of library resources. Her book “Muththi Bhirat ni Azadi” awarded by Gira Gurjari Paritoshik.

Achievements : She was nominated as a Member of Academic Council of National Resource Centre (NRC) for ARPIT - 2019 of UGC:HRDC, Saurashtra University, Rajkot. Member of Board of Studies at S.N.D.T. University (Mumbai). Active contributor in working committee of Gujarati Sahitya Parishad, Honorary secretary of “Mumbai Jain Yuvak Sangh”, member of Board of Studies at S.N.D.T. University (Mumbai).

Books written: ‘Ahinsa (non-violence), “Pravas Bhitar, ‘Aantar Krutitv ane Gujarati Kavita ma teno Viniyog’ & ‘Muththi Bhitar ni Azadi’.

Participated in 1st International Jain Conference at Ahmedabad university as a speaker

Presented a Paper at Gyansatra on ‘Mantra, Yyantra and Strotra’ organized by Institute of Jainology-London & India at Ahmedabad.

In June 2019 She was also invited at USA to take part in JAINA Convention as speaker

She is the In-charge of UGC sponsored committee ‘Gandhian Study Centre’ at college.

Pratibhav

પ્રતિભાવ

આપણી સંસ્કૃતિ અને મહાભારતના પાત્રો આપણા જીવનમાં ગૂઢ ભાગ ભજવ્યો છે... આજે આપણા ગુજરાતી સાહિત્ય ફોરમના નેજા હેઠળ એક વિષય “કુંતી એક પડકાર - એક જીવન બળ” ... જ્યારે મારે માટે કુંતી મારું પ્રિય પાત્રમાંથી એક વિષેશ પાત્ર છે... સુંદર વિશ્લેષણ કરવું એ માટે આજે આપણા મુખ્ય સમાધાન કરનાર ડો. સેજલ શાહ છે... તેઓની આગવી સુઝ વિષયને ન્યાય આપશે..... આપણે દર રવિવારે જુદા જુદા વિષયો પર ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પરથી પાંખો ફેલાવી નવા વિષયોને પણ આવકારી એ છીએ.

આજે કોકિલાબેન ચોકસી દ્વારા આજના શરુઆત થઇ જેમને વલસાડ ચેપટરના એંમબસડોર પ્રીતિબેન ભાર્ગવને તેઓનો પરિચય આપવા જણાવયું. તેઓએ પરિચય ટુંકમા રજુ કર્યો. ત્યારબાદ કોકિલાબેને એમ્બ્સડોર ડો. રાજશ્રી ત્રિવેદીને ડો.સેજલ શાહનો પરિચય આપવા વિનંતિ કરી. ડો. રાજશ્રીબેને સ્વાગત કરી સાહિત્યમાં સુરેશભાઈ દલાલનો “ ગમતાંનું કરીને ગુલાલ”કહી વાત શરુ કરી. ડો. સેજલબેન શાહ જેઓ એચઓડી એમ.એન.ડબલ્યુ કોલેજે મુંબઈ ખાતે એસોસિએટ પ્રોફેસર, લેખક, સ્ક્રિપ્ટ રાઇટર, પીએચ.ડી. આંતરરાષ્ટ્રીયતાની થિયરી પર કર્યું .

તેઓને શ્રીમતી. હીરાબહેન પાઠક વિવેકન પરિતોષિક - ૨૦૨૦ "ગુજરાતી સાહિત્યમાં સાહિત્યિક વિવેચનાત્મક કાર્ય માટે, તેમજ પુસ્તકાલય સંસાધનોના સૌથી અસરકારક ઉપયોગ માટે વર્ષ ૨૦૧૮માં માં એમએનડબલ્યુસીમાં" બેસ્ટ રીડર "એવોર્ડ મેળવ્યો. ગીરા ગુર્જરી પરીતોષીક દ્વારા એના પુસ્તક “મુઠઠીભરની આઝાદી” એવોઁડ એનાયત થયાં હતા.... હવે વાતને આગળ વધારતાં તેઓને ઘણા એવોઁડો વિવિધ સાહિત્ય મંચ તરફથી હાંસલ કર્યા.. હવે..તેઓનો વધુ સમયન લેતાં ડો.સેજલબેન શાહને વ્યાખ્યાન શરુ કરવા માટે વિનંતિ કરી.

ડો. સેજલ શાહે મારી દુખતી રગ ડાબી એટલે કુંતીનું પાત્ર....ની રજુઆત શરુ કરી ... કુંતી એક પડકાર રુપે અને જીવન બળ... તેઓને નાનપણથીજ નદી ગમે... હજારો વષઁ વેદનાના પ્રતિકોશ હજુ પુરા થયાં નથી...મહાભારતનું મહાકાવ્ય રસપદ્ જ છે.

કુંતીના જીવન અને જીવંતના સુસંગની વાતો કરવી છે ... એ કહી આગળ જણાવવાનું કહેતાં ગયા... એક સરસ વાત કહી કે શબ્દોએ માત્ર આકાર નથી... અનુભવ છે જે માધ્યમની શોધ કરતાં હોય છે. આકારની શોધ સીમા રહીને જ કરવાની હોય છે.

કુંતી એટલે ... રુદ્નથી સભર ચહેરો માની શકાય... ધણી વખત સીમાનું ઉલ્લનંગન પણ થાય છે... એ પછી આપણે સંવાદ તરફ વળીયે છીએ..કુંતીનું પાત્ર લોક ચાહના વઘુ છે. કુંતી જેઓ સુરસેનની પુત્રી છે. તેના જન્મ પહેંલાજ તેનું જીવન નક્કી થઇ જાય છે પ્રથમ સંઘર્ષમાં જીવન... તેઓના પિતા ઋષિ મુનિઓની સેવા માટે કુંતીને મોકલે છે... દુર્વાસા ઋષિને પ્રસન્ન કરવા માટે વાસ્તવિકતા સ્વીકારી પૂર્ણ કરે છે... જાણે છેકે પોતાને એ કાર્ય માટેજ તેનું સર્જન થયું છે. એ પણ કહે - જાણે છેકે હઠ પૂર્વક તે આ ન ભુલવાનું પણ ભુલી જવાનું છે. દુર્વાસા ઋષિ પાસેથી પુત્ર પ્રાપ્તિ માટે મંત્ર પ્રાપ્ત કરે છે અને પ્રયોગ કરે છે જે કુતુહલતા વચ્ચે સુયઁદેવ દ્વારા પુત્રનો જન્મ થાય છે... અને જીવન સાથે જોડી આપે છે. જીવનમાં બધાંજ પ્રશ્નોનાં ઉકેલ કે જવાબ નથી મળતાં.

કુંતિ દ્વારા પાંડુરાજાને ત્રણ પુત્રો જન્મે છે જ્યારે માદ્રી દ્વારા પાડું રાજાને જોડિયા પુત્રો જન્મે છે એ પાંચ પાંડવોના રુપે છે.માદરીએ જ સતી થવાનું નક્કી કર્યું. કણઁને વર્ણ એટલે જાતિ ની ફરીયાદ હતીકે તેની ગણાઁ ક્ષત્રિય તરીકે ન હોવાનું દુખ હતું છતાં પણ કુંતિ એવું ઇચ્છતી હતી કે કણઁનું મૃત્યુ ક્ષત્રિય તરીકે જ મનાય.... જાણતી પણ હતી કે દટાઈ ગયેલ વાત પણ બહાર લાવી મુક્ત થવું પણ આવશ્યક છે ... જરુરી છે.. તેનો માતા તરીકેનો ભાવ એક “ મુઠ્ઠી ઉંચેરી “ માતા સિદ્ધ થઈ ... યુધિષ્ઠિર એક ખાસ વાત કુંતીને શ્રાપ માં ઉશ્કેરાટ છે... અજ્ઞાનતાનો ઉપયોગ દ્વારા પ્રગટ કરીને કહ્યું “ આજથી કોઈ સ્ત્રીનાથી કોઈ વાત છુપી ન રહી શકશે. ... છુપાવી નહી શકે. આ ઉપરથી આપણે એક તારણ પહોંચવું જ રહ્યું કે આપણે આપણા અસ્તિત્વને સ્વીકારવું જ રહ્યું. જીવન જેટલું ધારીએ છીએ એટલું સરળ નથી... બધુંજ પામી શકતાં પણ નથી. કુંતી આપણને બીજી એક વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે શુભ અશુભ વચ્ચેની ભાવનાઓ પણ રહેલ છે.

ભીષ્મએ પાંચ પાંડવો અને કર્ણ છઠ્ઠો પુત્ર તરીકે સ્વીકાર્ય હતો. કુંતીએ સત્ય તથ્ય ને સાચવ્યું હતું. કુંતી યુદ્ધના વાતાવરણમાં પણ સ્થિર રહી શકી હતી એ પણ એક તેની અસાધારણ સિદ્ધ જ કહેવામાં કાંઈ વાંધોન જ હોવો જોઈએ. પાંડવો જ્યારે વનવાસ ગયાં ત્યારે કુંતી વિદુરને તયાંજ રહ્યાં હતાં.

એક પ્રસંગમાં પાંડવો - કૌરવો વચ્ચે સંધિ માટે આવેલ ત્યારે કૃષણ સાથેનાં સંવાદમાં કૃષણ ન્યાય માટે લડવાની પણ જરુર છે એવી સાચી સલાહ કૃષ્ણે આપેલ હતી. ... કહ્યું કે પામર - પરાજિત થઈને રહું તો માતા કુંતીના અસ્તિત્વનું શું? સાથે સાથે તલપ જીવંત રાખવા માતૃશકિતની ચેતના આપેને.

મારા હિસાબે કુંતી પ્રવાહ સાથે ચાલીને વહે છે. કુંતી ક્ષત્રીયાણી છે અને સંઘર્ષની વાત થાય છે. એવામાં કુંતીમાં સંઘર્ષનો પાવર હતો ...કુંતી પોતાના નિર્ણય બીજા પર ઢોળતી ન હતી, નિર્ણય લેવાનું સાહસ પણ હતું. કુંતી એક માતા અને રાણીને છાજે એ રીતે / તરીકેનો ઠસ્સો, ગૌરવ, મક્કમતા અને સ્વમાન સભર હતાં... જે આજે પણ આપણે ગૌરવ લેવા જેવી વાત છે.

ડો. સેજલબેને સભ્યો મારફતે આવેલ સવાલોનું નિરાકરણ કર્યું ... ફરી તેઓને આવવાનું આમંત્રણ પણ આપી દીધું...

આજનો વિષય મારે માટે પણ યાદગાર હતો સમય મર્યાદા હોવાથી કાર્યક્રમને પુરો કરતાં પહેલા સોનલબેન શાહે આભારવિધિ તેઓની લાક્ષણિક ઢબે કરી...

કોકિલાબેન દ્વારા કાર્યક્રમ પુરો કર્યોનું જણવતાં સાથે આવતાં રવીવાર ૨૪મી જાન્યુઆરીએ ફરી એક સુંદર વિષય અને નામંકિત કવિ ડો.સિતાનંષુ યશશ્ચચંદ - ‘ કવિતા નો આનંદ અને પડકાર ‘ ને માણીશું ... ચાલો ... આવતા રવિવારે મળીશું. પ્રતિસાદ કરનાર : દિનેશ શાહ.

સંકલન - દિનેશ શાહ.