17 April 2022 | 09:00 pm IST | 04:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST
About
Speaker
The person with astonishing voyage of writing novels, News Paper columns, articles, films, micro-fictions, songs & short stories...
He is an author of a novel named "YOUTHOPNISHAD". Which is one of the most popular Gujarati inspirational novel based on Indian vedas & upnishads for today’s youth. His first book "TUNKU NE TOUCH", is the collection of his most recognized micro fiction short stories & drabbles.
Currently his full page column "ISHWAROLOGY" is being published by MID-DAY (Mumbai) on every Sunday. He is ex-columnist of Gujarat’s leading news paper GUJARAT SAMACHAR. Also his Short one liner column "TUNKU NE TOUCH" was very popular in leading magazine - "ABHIYAAN" . Also wrote columns in "RASDHAR" in Sanjog News paper & " HU TAME & VATO" in Quality Success.
By profession He is management Consultant & performed management consultancy for Sanskriti Sanraksha charitable trust ( Dharmaj engineering & Pharmacy colleges), Shri Swami Vivekananda School, Nadiad. Shri Kashi Vishwanath Madev Trust Institutes, Shri Dahilaxmi Library & Samjulaxmi Hospital. He is central Executive committee (CEC) member of Mahagujarat Medical society ( managing hospitals , Aayurvedic & nursing colleges)
He is owner of DOLPHIN ACADEMY and authorised input node of British Council & IDP Australia for IELTS Exam. He is certified Neuro-Linguistic Programming (NLP) practitioner.
He is also an author of some of the most viral write ups & narrative videos on social media. His unique work named "A TALKING BOOK" is very popular among the Gujarati literature lovers. It is an audio narrative book of his acknowledged short stories.
He is also a registered member of Screen Writer’s Association(SWA). From biopic film "HARE PRITAM" to full length drama like "DASHAVTAR". He has written more than 20 short films, more than 12 full length dramas & also songs for some of the renowned Guajarati folk singers like Kirtidan Gadhvi & many more.
The pioneer to launch UTSAV (Unlimited Traditional Spirituality And Virtues) & PANCHAMRUT in USA under the holy guidance of renowned Sage Shri Narayancharandas Swami. Also worked as Director Development for VRAJBHOOMI Ashram & all other related institutes. He has made unparalleled presentations, lectures & write-ups in many part of the world.
In short Dr.Hardik Nikunj Yagnik is Management consultant, inspirational Speaker Novelist , Columnist, lyricist, & Short Story writer.
Pratibhav
પ્રતિભાવ
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા ડો. હાર્દિક યાજ્ઞિક ની કલમે લખાયેલી ને જીવતરના અનુભવો, વડીલો પાસેથી મેળવેલ સાહિત્યના ખજાના રુપી ખાટીમીઠી વાતો ની રસધારામાં ઝબોળાઈ ને તરબતર થઈ ગયા.
વહેતી જિંદગીમાં કંઈ કેટલી આકાર લેતી ઘટનાઓ, ઉતાર, ચડાવ ને હકારાત્મ દ્રષ્ટિકોણ અપનાવવાની સુંદર વાત કરી. ઘરના દરેક દરવાજે પગલૂંછણીયું રાખવામાં આવે છે, તેમ મનલૂંછણીયું અપનાવવાની વાત તો હ્રદયને સ્પર્શી ગઈ.
વેદકાળથી માનવજાતિ ની ઉત્પત્તિ થી ઋષિમુનીઓ શ્રેષ્ઠ સંસ્કૃતિ પ્રદાન કરવામાં પ્રયત્નશીલ। રહ્યા છે . માનવજાતિ માટેના ઉત્તમ સાહિત્યની પણ રચના કરી. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધી પછી જ સાહિત્ય નું સર્જન કરનાર ઋષિઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું .
કેટલીક વિરોધાભાસની વાતો પણ પરીવારના સભ્યો ને વિચારતા કરી મૂક્યા . વૃક્ષો કાપી કાપી ને કાગળ બનાવાય , ને એજ કાગળ પર વધુ વૃક્ષો વાવવાના સંદેશા વહેતા થાય તેને શું કહેવું.
કૂતરું રાત્રે રડે તો અપશુકનિયાળ પણ ભૂખ્યું થયું હશે એવું કેટલા વિચારે છે ? ઉપવાસ સંયમ શિખવાડવાનું માધ્યમ પણ ચોકખા ઘી નો શીરો ને કરવામાં આવતું ફરાળ એ કેટલે અંશે યોગ્ય?
અઠવાડિયાના અંતે હોટલો નું બીલ હજારોમાં ચૂકવાય ને ગરીબો સાથે ભાવતાલ તેમાં કયાં માનવતા?
આવી રોજબરોજની કંઈ કેટલીય વાતો અસર કરી ગઈ, જે જાણે અજાણ્યે સૌને લાગુ પડે છે.
નિજાનંદના આનંદ માટે પગપાળા પ્રકૃતિ માં ભ્રમણ , પ્રવાસ દરમ્યાન થયેલા અનુભવોની રસપ્રદ વાતો માટે તો હાર્દિકભાઇ ને સાંભળવા પડે.
સાચું સ્વર્ગ તો આપણું ઘર, ને આપણાં માવતર જ લક્ષ્મી નારાયણ એની સૌ ને પ્રતીતિ કરાવી. વડીલો ને પાછલી ઉંમરમાં માત્ર પરીવાર ના સભ્યોનો સ્નેહ ને ફાળવવામા આવતો સમય જ મહત્વનો છે, એ વાત તો આજના માહોલ સાથે કેટલી બધી સુસંગત છે. અર્થોપાજન ની આંધળી દોટ માં આજના ને યુવાવર્ગ ને સ્પર્શ કરતી ટકોર કરી હાર્દિકભાઈ એ જીવનના ઉંચા મૂલ્યો ની શીખ આપી છે.
હાર્દિકભાઈ તમારી જીવનના નિચોડ ની વાતો રસપ્રદ તો રહી જ પણ સાથે સાથે જાતને
બદલવાની વાત પણ અમલમાં મૂકવાની પણ કેટલાંક સભ્યો ને ચાનક ચડી હશે એ તો ચોક્કસ વાત છે. હિંમત તો તમારા વક્તવ્યે સૌને આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર
કોકિલા બહેન અને પરીવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર
------ સ્વાતિ દેસાઈ