14 August 2022 | 09:00 pm IST | 04:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST

About

Speaker




Swati Desai

Environmental & Social Activist
Co-editor : Bhumiputra



Swati Desai is an environmental and social activist working at the grass roots level in Juna Mozda and surrounding villages in Dediapada taluka of Narmada district in Gujarat.
She works on watershed development in the villages to improve soil and water conservation, is also involved in organizing women's co-operatives that process organically grown pigeon peas, micro-credit programs and in establishing indigenous dairies together with Michael Mazgaonkar, Ishwar and Jayanti Vasava who have formed an informal group called Mozda collective.
Swati has traveled extensively across India to meet with various organizations and social activists involved in grassroots level development. She is a co-founder of Paryavaran Suraksha Samiti (PSS) (translates literally to Environment Protection Group), an NGO involved in providing environmental education to villagers affected by industrial pollution and poor government policies. She is a co-recipient of the 2002 Rural Development award, instituted by the Development Support Center in Ahmedabad, for her work in watershed management in rural Gujarat and also the Youth Awareness Award for year 2001 established by the Sant Bal and Vishva Vatsalya Foundations.
Swati also co-edits Bhumiputra, Gujarati fortnightly started during Vinoba's land gift movement in the 1950's. Our current focus is on questioning today's development para dime.
She has studied Physics in MSU, Vadodara.




Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર સ્વતંત્રતાની 75 સંધ્યાએ સામાજિક કાર્યકર સ્વાતિ દેસાઈ ના ચિંતનના વક્તવ્ય નો લાભ ગુજરાતી સાહિત્ય ફોરમના પરિવારના સભ્યો ને મળ્યો.

સ્વાતિ દેસાઈનો ઉછેર અને શિક્ષણ જુગતરામ દવે એ સ્થાપેલા વેડછીના આશ્રમમાં થયો. વેડછી આશ્રમના વાતાવરણની અસર ને લીધે દેશ અને દેશના લોકો નો વિચાર કરતા થયા.પોતાની પહેલા બીજા એ ભાવ ના બીજ બાળપણથી જ રોપાયા. દેશ ની આઝાદીની લડત જાણે નજર સમક્ષ લડાઈ હોય તેવું તેના વાતાવરણને લીધે તેમણે અનુભવ્યું, ને સ્વાતંત્ર્ય ની ફોરમ માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું . તમારું જીવન આ દેશ માટે છે વ્યક્તિગત નથી એ વિચારનું આરોપણ જુગતરામ દવે ના આશ્રમમાંથી તેમનામાં થયું.

સ્વાતિબહેને કરેલા ચિંતન દરમ્યાન ઘણાં બધાં વિચારો સાથે શ્રોતાજનો ને પણ ખૂબીથી સાંકળ્યા. દેશ એટલે માત્ર જમીનનો ટૂકડો નહી પણ આપણી સંસ્કૃતિ જયાં આપણે સ્વમાનભેર જીવી શકીએ ,સ્વાવલંબનના પાઠ ભણી શકીએ તેનું platform . આજે 75 વર્ષ આઝાદી ને મળ્યા પછી થયા. દુનિયાના ઇતિહાસમાં અજોડ કહી શકાય તેવા અહિંસક આંદોલન દ્વારા આઝાદી પ્રાપ્ત થઈ. ગાંધીજી એ રોજબરોજ ની જીંદગીમાં અહિંસા કેવી રીતે લાવવી તેના માટે આશ્રમની સ્થાપ્ના કરી. આઝાદી માટેની લડત સાથે સાથે દેશ ને પણ ઘડવાનું કાર્ય ચાલતું રહ્યું . ગાંધીજીને સત્તામાં રસ નહતો . દેશને સમૃધ્ધ બનાવવામાં જ રસ હતો.

તેમણે તેમના પુસ્તક ‘ મારા। સ્વપ્ન નું ભારત’ ના લખાણ માં જણાવ્યું છે કે સ્વભાવે કર્મભૂમિ તેવા ભારતમાં સત્ય અને અહિંસા સર્વોપરી હોય, ઊંચનીચનો ભેદ ન હોય , સ્ત્રી અને પરુષ સમાન હક્ક ભોગવે પણ આજે પ્રશ્ન થાય કે તેવા ભારતની રચના થઈ છે ખરી?

દેશ જ્યારે 1947 માં આઝાદ થયો ત્યારે પરિસ્થિતિ ખૂબ જ દુ:ખુદ હતી. દેશ ના ભાગલા થતાં ઠેર ઠેર અવ્યવસ્થા અને અરાજકતા વ્યાપેલા હતા . વહીવટને લઈને ઘણાં પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, દેશની અખંડિતા જળવાશે કે કેમ તે પણ એક પ્રશ્ન હતો પણ ધીરે ધીરે બધું થાળે પડ્યું .

આધુનિક ભારતના વિચાર સાથે 50 થી 60 ના દાયકામાં ઔદ્યોગિકરણ થયું અને તેઅંગે ચર્ચા ચાલી. વિચારવિર્મશ કરતા એવા નિષ્કર્ષ પર આવ્યા કે। દરેક પાસે ઉત્પાદનનું સાધન હોવું જોઈએ એટલેકે જમીન

જમીન કેવી રીતે દરેકને ફાળવી શકાય તે માટે। ત્રણ વિકલ્પ વિચાર્યા. 1. કાયદાકીય 2. વિનોબા ભાવે દ્વારા ચલાવેલું ભૂદાન આંદોલન 3. ખેડે તેનીજમીન

સિત્તેરના દાયકામાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થયા. સત્તા પલટો થયો. કટોકટી આવી . ઘણાં જેલમાં ગયા. સિત્તેરના દાયકા સુધી દેશ માટે સર્મપણ કરનારો મોટો વર્ગ હતો. એંસી ના દાયકામાં આદિવાસી અને દલિત સમાજમાં જાગરુકતા આવી. ત્યારબાદ નેંવુ ના દાયકામાં ઉદારીકરણ, ખાનગીકરણ અને આર્થિક નીતિ પર પ્રયત્નો થયા તેના ફળસ્વરુપે અનેક ચર્ચાઓ થઈ, આંદોલનો થયા . આને સ્વાતિબહેન હકારાત્મક દ્રષ્ટી એ જુએ છે . આ સ્વસ્થ લોકશાહી ની નિશાની છે. ત્યારબાદ લોક આંદોલનને કારણે ત્રણ પ્રગતિશીલ કાયદાઓ અમલમાં આવ્યા. 1. જર જમીનનો 2. રોજગારની ખાત્રી 3. માહિતી અધિકારનો

આ કાયદા થી સામાન્ય પ્રજા ને પણ વિકાસલક્ષી યોજનામાં તેમના પૈસા કયાં વપરાશ છે અને ભ્રષ્ટાચારના આંકડા પણ બહાર આવ્યા. ગ્રામ્ય વિસ્તારમાં 100 દિવસની રોજગારી ની પણ ખાતરી આપવામાં આવી.

જે આર્થિક નીતિ અમલમાં આવી તેના કારણે મધ્યમ વર્ગ ને ઘણી સુવિધાઓ પ્રાપ્ત થઇ.

પણ સાથે સાથે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ ઘણી ઉંડી થઈ . દેશ બે ભાગ માં વહેંચાઈ ગયો છે. જે મોટો વર્ગ સહન કરી રહયોછે તેને માટે વિચાર કરવો જ પડે. આ એક વિરોધાભાસ નો ઉકેલ શોધવો જ રહ્યો.

આમ સ્વતંત્રતા ની પૂર્વ સંધ્યાએ ચિંતન કરવું જ પડે કે આજે આપણે કયાં છીએ. વિકાસ ના લક્ષ્યાંકો પાર પાડવા જે પરિયોજના અમલમાં આવી તેને કારણે થતું પર્યાવરણનું નુકસાન માટે દુર્લક્ષ ન જ સેવાય. વળી વિદેશી લોનનું ભારણ પણ આપણાં માટે હિતાવહ નથી તે બાબતે તેમનું ચિંતન ખરેખર આવકાર્ય છે.

અંતમાં તેમના ચિંતન પ્રમાણે દેશ ત્યારે જ સ્વતંત્ર કહેવાય જ્યારે દરેકને જીવન જરુરિઆતની વસ્તુ ઉપલબ્ધ હોય. આ માટે તેમણે આદિવાસી સંસ્કૃતિ ને ગુરુ સંસ્કૃતિ જણાવી. તેમની સંસ્કૃતિ માં સ્વાવલંબન, સમાનતા અને ઓછી જરુરિયાતવાળું જીવન છે.

ખરેખર આપે કરેલા ચિંતને પરીવારના સભ્યો ને વિચારતા કરી દીધા.

આપનો ખૂબ ખૂબ આભાર સ્વાતિબહેન

કોકિલાબહેન અને પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર

-------સ્વાતિ દેસાઈ