13 March 2022 | 09:00 PM (IST) | 03:30 PM (UK) | 10:30 AM EST (USA) | 9:30 AM (CST) | 07:30 AM (PST)

About

Speaker




Tushar A. Gandhi

President, Mahatma Gandhi Foundation



Tushar Arun Gandhi, is the son of journalist Arun Manilal Gandhi, grandson of Manilal Gandhi and great-grandson of Mahatma Gandhi.

Born on a train between Mumbai and Kolkata, he was raised in the Mumbai suburb of Santacruz. He studied at Adarsh Vinay Mandir, a local Gujarati-medium school. He holds a diploma in printing from the Government Institute of Printing Technology, Mumbai.

Tushar Gandhi is best known for having established in 1998 in Vadodara, Gujarat the Mahatma Gandhi Foundation. It is now located in Mumbai (and he is still its President). Since 1996 he has served as President of the Lok Seva Trust, an NGO which a nephew of Mahatma Gandhi had establish in central Bombay in the mid-1950s for the welfare to textile-mill labourers. In 2000, Tushar Gandhi portrayed himself in a fictional Tamil - Hindi movie directed by Kamal Hassan, "Hey Ram," and in 2009 he did likewise in a semi-fictional movie, "Road to Sangam," based on an episode in his own life. A nonfiction book by him, Let's Kill Gandhi, was published in 2007 and became for a few weeks a best seller in India. In 2008 he was appointed Chairman of the Australian Indian Rural Development Foundation (AIRDF). In 2018 he played a significant role in petitioning successfully the Supreme Court of India to direct the states and Union Territories to comply with its orders to curb cow-vigilante lynch mobs. In 2019 he became a Director of the Gandhi Research Foundation, Jalgaon, Maharashtra.



Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજીત વક્તવ્ય ના વક્તા હતા તુષાર ગાંધી , ખૂબ જ હ્દયસ્પશેી વક્તવ્ય થી કસ્તુરબા આપણાં। સૌના બા હોય તેવો ભાવાવેશ સૌએ અનુભવ્યો.

મોહનદાસ થી મહાત્મા ગાંધી સુધીની સફરમાં કસ્તુરબા નો ફાળો નાનોસુનો ન હતો એ ખુદ ગાંધીજી એ કબૂલ્યું છે. બાની છાયામાં રહી ને જાતને બદલી ને મહાત્મા થયા ત્યારે પતિવ્રતા નારીએ પોતાના વિરાટ વ્યક્તિત્વ માથી જાતને નાની બનાવી તેમના દરેક કાયેમા સાથ આપ્યો. તેમના મૃત્યુ પછી પણ ગાંધીજી એ તેમની અદ્શ્યતા ને અપનાવી , પણ તેમનો સતત સહવાસ અનુભવતા .મૃત્યુ થી દૈહિક વિયોગ ખરો, પણ ગાંધીજી નું આત્મબળ તેમના આત્મા થકી જ મજબૂત બન્યું . તેથી જ કસ્તુર મહાત્માનો આત્મા હતો તે શીષેક યથાથે છે.

આખી દુનિયા માં મહાત્મા તરીકે સવે સ્વીકૃત સ્થાપિત થયા, તેમની અહિંસા પ્રત્યેની નિષ્ઠા, ને અસહકાર આંદોલન ને કારણે પણ તેમના એ ગુણો ના પાયામાં મંડાણ હતું કસ્તુર બાનું. ગાંધીજી કહેતા મારી શિક્ષિકા કસ્તુર બા છે .

લગ્ન ખૂબ જ નાની 13 વર્ષ ની વયે થયેલા, માત્ર 13 વષે ની વયે તે વખતે કસ્તુરબા એ પતિ ના અન્યાયી વતેન સામે અસહકાર દાખવેલો તે શીખ નો પ્રયોગ ઘણા વર્ષો પછી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા માં અસહકાર આંદોલન દ્વારા કરેલો. કસ્તુરબા એ તબ્બકાવાર ગાંધીજી ના વ્યક્તિત્વ મા આમૂલ પરિવતેન તેમની શ્રદ્ધા , ધીરજ, તાકત થી લાવવામા સરળતા મેળવી.

નાનપણમાં ગાંધીજી અંધારાથી ડરતા, કુટેવો ના પણ શિકાર બનેલા, પતિપણું પણ સાબિત કરવાના અખતરા કરતા, એમાંથી બહાર કસ્તુર બા ની સલાહ ને તેમણે દાખવેલી હિંમતથી આવ્યા. પિતા સમક્ષ ચિઠ્ઠી લખી ચોરીનું પ્રાયશ્ચિત કરવા પાછળ પણ બા નું માગેદશેન હતું.

વિલાયત જવા ટાણે પોતાના સ્ત્રીધન સમા દાગીના વેચીને પતિ ને પરદેશ મોકલ્યા. પતિની ગેરહાજરીમાં બાળકો ને કુટુંબનું આથિેક સંકડામણ વચ્ચે ભરણપોષણ કરવું તે કંઈ નાની સૂની વાત નહતી, સાથેસાથે જ્ઞાતિનો પણ બહિષ્કાર તેવી પરિસ્થિતિ માં પણ અડીખમ રહ્યા.

દક્ષિણ આફિ્કાના રહેવાસ દરમ્યાન પણ બાએ અપાર મુશ્કેલીઓનો સામનો કયો. રૂઢીચુસ્ત પરીવારમા ઉછેર ને કારણે જાતિ ધમેના ભેદભાવ, ભાષાઅલગ વળી બાપુનું જકકી વલણ ના પ્રસંગો જ્યારે તુષારભાઈએ વણેવ્યા, તેના પરથી તેમની અડગતા ને પરિસ્થિતિ ને પહોંચી વળવાની અપ્રિતમ ક્ષમતાના દશેન થયા. બાપુ સાથે સમાજસેવામા પણ સ્વેચ્છાએ અગ્રેસર રહ્યા. ફિનિકસ આશ્રમ ની ઉજ્જડ જમીન મા અથાક મહેનત કરી, ખેતી લાયક બનાવવી ને જાતે રહેઠાણો બનાવવામા પણ ફાળો આપવામા પાછળ ન રહ્યા . શરીર ક્ષીણ થયું, જીવલેણ ગંભીર બીમારીમાં પણ હિંમત રાખી . પારકા દેશમાં એકલે હાથે ઝઝૂમ્યા. આ બધા ખૂબ હ્દયદ્રાવક પ્રસંગો છે.

મોટા થતા બાળકો ને તેમના પિતા સાથેના મતભેદોમાં સમાધાનકારક વલણ અપનાવવું તેમને કેટલું મુશ્કેલ થઈ પડ્યું હશે એની કલ્પના તો તુષારભાઈ વક્તવ્ય દરમ્યાન આંખમાં આવેલી ભીનાશ પરથી સમજી શકાયુ. ભારત પાછા આવતી વખતે મળેલ અમૂલ્ય ભેટસોગાદ પણ બાપુ ના આગ્રહ થી દાન કરી , છોકરાઓના મોંમાંથી કોળિયો ઝૂંટવી લેવાની અકથ્ય વેદના સહન કરી . ખરેખર તુષારભાઈ તમે આ બધાં પ્રસંગો ખૂબ સુંદર રીતે વણેવ્યા .
ભારત પાછા આવી આઝાદી ની લડતમાં તેમનો અમૂલ્ય ફાળો હતો. સાચા સ્વતંત્ર સેનાની હતા . આગાખાનની જેલમાં સારવારને અભાવે મૃત્યુ થયું ને ગાંધીજી ભાંગી પડયા . તેમના મૃત્યુ ને સ્વીકારવાનું કઠિન હતું .પણ તેમની અદ્શ્યતાને અપનાવી દેશને આઝાદી અપાવવાનું ભગીરથ કાયે પાર પાડ્યું . કદાચ બાના આત્મા એ જરૂર મદદ કરી હશે તેવું કહેવું અસ્થાને નથી જ .

તુષારભાઈ આઝાદી ની લડતમાં તેમના યોગદાનની વાત માટે અમે આપનો લાભ ફરીથી જરુર લઈશું

ખૂબ ખૂબ આભાર તુષારભાઈ

---------- સ્વાતિ દેસાઈ