
Thursday, August 13 | 07:00 PM IST | 02:30 PM UK
About
Event
આ વિષય નવા લેખક/લેખિકાઓ અથવાતો જેમને લખવામાં ખૂબ રસ છે પણ કેમ શરૂઆત કરવી તેની ખબર નથી પડતી તેના માટે છે.
About
Speaker
સિદ્ધાર્થ છાયા એક લેખક છે જેમની ત્રણ નવલકથાઓ શાંતનુ,સુનેહા અને સૌમિત્ર પ્રકાશિત થઇ છે તે ઉપરાંત તેમનો એક કટાક્ષ કથાઓનો સંગ્રહ ઊડતાં તીર પણ પ્રકાશિત થયો છે. હાલમાં માતૃભારતી એપ પર તેમની ચોથી નવલકથા સુંદરી હપ્તાવાર ચાલી રહી છે. સિદ્ધાર્થ છાયા અમદાવાદ ખાતે કન્ટેન્ટ રાઈટર તરીકે કાર્યરત છે તે ઉપરાંત તેઓ echhapu.com ના એડિટર-ઇન-ચીફ પણ છે. સિદ્ધાર્થભાઈને ક્રિકેટ તેમજ હિન્દી ફિલ્મો જોવાનો તેમજ તેમના વિષે વિવેચન કરવાનો શોખ છે. આ ઉપરાંત તેઓ અમિતાભ બચ્ચન, કિશોર કુમાર, આર ડી બર્મન તેમજ સુનિલ ગાવસ્કરના આકંઠ ચાહક પણ છે. સિદ્ધાર્થભાઈના ક્રિકેટ પર આધારિત લગભગ ૧૨ જેટલા આર્ટીકલ્સ માતબર ગુજરાતી અઠવાડિક ચિત્રલેખામાં પ્રકાશિત થયા છે અને સમયાંતરે તેઓ ચિત્રલેખા માટે સ્પોર્ટ્સ પર આધારિત આર્ટીકલ્સ લખતા રહે છે.
Pratibhav
પ્રતિભાવ
ગયા ગુરુવારે આપણા સાહિત્ય ઉત્સાહકો એ કાર્યક્રમ તહેવારની જેમજ માણ્યો હતો...
આજે માળાનાં મણકા આગળ ફરી રહ્યા છે. આજે ૧૧મો મણકાે છે. સાહિત્ય ઉત્સાહી સભ્યોની સંખ્યામાં દરેક વખત વઘારો થાય છે એનોથી સંતોષ થાય છે.
આજના મુખ્ય વક્તા ભાઈ સિદ્ધાર્થભાઈ છાયા નવા વિષય “ મારે લધુકથા, લધુ નવલકથા અથવા તો નવલકથા લખવી છે તો શું કરું?કાેકિલાબેન ચોકસીએ તેઓને આવકાર્યા .. સાહિત્યથી જીવન સમૃધ બંને છે થી શરુઆત કરી અલકાબેન ગાંધી દ્વારા આગવી પ્રતિભા ધરાવતાં સિદ્ધાર્થભાઈ છાયાની ઓળખ પોતાના અંદાજમાં પ્રસ્તુત કરી. વધુ સમય ન લેતાં સિદ્ધાર્થભાઈને તેઓનું માર્ગદર્શન આપી તેઓને વાત આગળ વઘારવા વિનંતિ કરી.
તેઓએ શરુઆત તેમના જીવનમાં લેખન કાર્ય શરુ કર્યું અને તેમની સફળતાની ચાવી સમજાવવા પ્રયત્ન કરશે. લેખન કાર્ય શરુ કરવું સરળ હાેવા છતાં ચાલુ રાખવું એ પણ મહત્વનું છે.
પોતાને મનગમતા વિષય પર ટુંકી વાર્તાથી શરુ કરી શકાય એ માટે વિષય હદયમાં હોવું ખૂબજ જરુરી છે... કોઈપણ વાર્તાને ત્રણ ભાગ વહેંચવું ... શરુઆત, મધ્ય અને અંત આવશ્યક છે. શરુઆતમાં પ્રસ્તુત કરવાની આગવી પદ્ધતિ જરુરી છે. દરેક લઘુ કથાને
દરેક પ્રકરણમાં ૨૨૦૦ થી ૨૫૦૦ શબ્દોનું લખવાનું નક્કી કરી ૧૫ જેટલાં પ્રકરણ હોવા જરુરતને ધ્યાનમાં મુળભુત વાત/ મુદ્દાને ધ્યાનમાં રાખી લખવું...
બીજું મોટા ફકરામાં વિવરણ ન કરતાં નાના ફકરાંમાં વર્તમાન કાળમાં લખવું યાેગય છે.
વાર્તા કે કથાનો વિચારોનો ઉદ્દભવ હમેંશ હદયમાંથી જ નીકળે છે. જેમ દરેક મનુષ્યના વિચારો જુદા છે એ મુજબ લખવાની રીત પણ હમેંશ જુદીજ રહેવાની જ એ પણ ધ્યાનમાં રાખવું ... દરેકનો અભિપ્રાય હમેંશ જુદો રહેવાનો એજ સમજીને પ્રતિભાવથી સ્વીકાર કે અમલ કરવો કે નહીં એ આપણા ઉપર છે... જેથી આપણે મન પર ન લેવું એ યોગ્ય છે.
તેઓએ એક વાત સુંદર કહી નવલકથા લખવી એ એક બાળકને જન્મ આપનાર બરોબર કહી શકાય ... એમાં “કેટલો વીસે સો થાય” એવું તેઓના અનુભવના આધારે વિશ્લેષ કરી સમજણ આપી છેલ્લે તેઓએ જણાવયુંકે કોકિલાબેન તથા રિંકીબેનની જેમ ગુજરાતી ભાષાને જીવંત રહે એવા અથાગ પ્રયત્નો અભિનંદનને પાત્ર છે.
ગુજરાતી ભાષાના માધ્યમથી આ પણ એક અનોખો તહેવાર સમો છે.
આ વ્યાખ્યાનમાં ભાગ લેનાર સર્વે ખાસ આભાર માની ફરીથી આવતા ગુરુવારે નવા વિષય સાથે મળીશું .. સાંભળવાની રાહ જોવાના સંકલ્પ સાથે છુટા પડયા. શુભેચ્છક -
શુભેચ્છક - દિનેશ શાહ.