11 December 2022 | 09:00 pm IST | 03:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST
About
Speaker
As a writer :
• Writing column in the daily Gujarati news paper Sandesh and Gujarat Guardian
• Written 4 management books as co-writer
• One of the best seller Gujarati books named : Dostar, Such nu Sarnamu” was launched by Shri Krishnakant Unadkat
• He has received “Indian Prime Author Award 2021 for his book named : Hayati na Hastakshar
As a speaker :
• He has delivered more than 500 lectures on different topics.
• He is Havard World Record holder
Pratibhav
પ્રતિભાવ
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય દોસ્તાર - સુખનું સરનામું ના વક્તા હતા ડો. જય.વશી. દોસ્તાર ના મહત્વ અને તેના સ્થાન વિષે ખૂબ જ ભાવવાહી વક્તવ્યથી શ્રોતાજનો ના આંખના ખૂણા ભીના થયા. તેમની અસ્લખિત વાક્ધારા એ સૌને જકડી રાખ્યા.
માનવી ના જન્મ સાથે જ કંઇ કેટલાંય સંબંધો ની વણઝાર જોડાયેલી હોય છે. ઇશ્વર નિર્મિત સંબંધો મૃત્યુ પર્યંત રહે છે . આ સંબંધો ની લગામ ઈશ્વરે પોતાના હાથમાં રાખી છે. માત્ર દોસ્ત જ એવું પાત્ર છે જે નક્કી કરવાનો અબાધિત અધિકાર આપણી પાસે છે. ઉંમરના દરેક તબ્બકે જીવવાની ઉર્જા નું જોમ દોસ્તી આપે છે. દોસ્તાર એટલે જીવનના મસ્તક પરનું મુગટ સમું અમૂલ્ય મોતી.જેમ કૃષ્ણનો મુગટ શોભતો મિત્ર સમા મોરપીંછ વડે..
આપણી 5500 વર્ષ જૂની સંસ્કૃતિમાંથી આપણે મિત્રતા મેળવી છે. કૃષ્ણ અને સુદામા બાળપણની દોસ્તી નિભાવતા મિત્રો, કૃષ્ણ અને અર્જુન ની મૈત્રી એ અદ્દભૂત ગીતાસંદેશ સમગ્ર વિશ્વ ને આપ્યો. દ્રૌપદી અને કૃષ્ણ ની મૈત્રી આખા મહાભારત કાળમાં છવાયેલી રહી. દરેક પરિસ્થિતિ માં કૃષ્ણ દ્રૌપદીની વહારે આવ્યા. પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી ને તેના સખા પર જ વિશ્વાસ હતો.
મિત્ર જીવનના દરેક તબ્બકે માત્ર સલાહકારની જ ભૂમિકા નથી ભજવતો પણ આંસુ સારવા ખભો પણ મિત્રનો જ , જે ઇન્દ્ર નાઆસનથી પણ ચડિયાતો છે. પરીક્ષાના સમયે , પ્રેમ પ્રકરણ માં કે કુટુંબમાં કંઈક વિખવાદ હોય ત્યારે મિત્ર જ નો જ સહારો આપણે શોધીએ છીએ . દોસ્તી માં ક્યારેય મુદ્દાનું અસ્તિત્વ હોતું નથી. અહંકારી વ્યક્તિ ના મિત્રો ક્યારેય હોતા નથી . દંભી માણસો ને મિત્રો પણ દંભી જ મળે છે. દોસ્તી એ વિજ્ઞાન નથી. એનો કોઇ મૂળભૂત સિધ્ધાંત નથી. બે મિત્રો વચ્ચે પાંગરતી એક પ્રક્રિયા જેના પાયામાં વિશ્વાસનું મંડાણ હોય છે તે મિત્રતા . દોસ્ત ક્યારે તમારા જીવનનો ભાગ બની જાય છે તેની આપણને ખબર પડતી નથી તે સાચો મિત્ર . જેને અડધી રાત્રે પણ મન હળવું કરવા ઉઠાડી શકાય છે. મિત્રતા એ એક એવી અવસ્થા છે , જે અવિરતપણે વહેતીનદી છે. એના પર બંધ બાંધવાની આવશ્યકતા નથી. મિત્રતામાં પારદર્શકતા છે.
મિત્રતા ઊજવવાની ખરી ઉંમર જ 50 વર્ષ પછી છે. એક જીવન જીવી ચૂકેલાં હોઈ, કંઇ કેટલાંય અવિસ્મરણીય પ્રસંગો તેમના ભાથામાં અમૂલ્ય ખજાનાની પેઠે સંઘરાયેલા હોય છે . વર્ષો પછી મળેલા મિત્રો સાથે એ જૂની વાતો વાગોળવાનો આનંદ કંઈક અલગ જ અનુભૂતિ કરાવે છે. એ જ સ્વર્ગીય આનંદ છે. કલિયુગમાં મિત્રો નો સાથ એ જ સ્વર્ગનું સુખ છે.
ખૂબ જ આનંદપ્રેરક આપનું વક્તવ્ય રહ્યું જયભાઈ, સર્વે પોત પોતાના મિત્રાશ્રમમાં સફર કરી આવ્યા. એક ચમક મુખ પર આવી ગઈ. આપનો ખૂબ ખૂબ આભાર
કોકિલાબહેન તથા તેમનાં પરિવાર ના સભ્યો નો ખૂબ ખૂબ આભાર જેમના થકી કોઇપણ ઉંમર ના બાંધ વિના અમૂલ્ય મિત્રતા ગુજરાતી સાહિત્ય ફોરમના સભ્યો વચ્ચે પાંગરી રહી છે.
-------- સ્વાતિ દેસાઇ