10 April 2022 | 09:00 pm IST | 04:30 pm UK | 11:30 am EST (USA) | 10:30 am CST | 08:30 am PST
About
Speaker
Dr Bhuvan Unhelkar is Professor in Muma College of Business, at the Univ. South Florida; an adjunct Professor at Western Sydney University and an honorary Professor at Amity University, India. He is also Founding Consultant at MethodScience and PlatiFi, with Mastery in Business Analysis & Requirements Modeling, Software Engineering, Big Data Strategies, Agile Processes, Mobile Business and Green IT. Bhuvan is a thought-leader and a prolific author of 25 books – including Artificial Intelligence & Business Optimization; and The Art of Agile Practice (CRC Press, USA). Bhuvan is Fellow of the Australian Computer Society, IEEE Senior Member, Life member of Computer Society of India and Baroda Management Association. He is Past President of Rotary Club of Sarasota Sunrise (Florida) & multiple Paul Harris Fellow, Discovery volunteer at NSW parks and wildlife, and a previous TiE Mentor.
Pratibhav
પ્રતિભાવ
Bhuvan Unhelkar - Pratibhav ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય ના વકતા હતા, ભુવનભાઈ ઉનહેલકર. એમણે NRI- ગાથા શિર્ષક હેઠળ સુંદર ભાવવાહી ગીતો ની રચના કરી નવ ગીતોનું સુંદર સંકલન કર્યું છે.
વર્ષો થી વિદેશમાં સ્થાયી થયેલ ભારતીયો ને હિંદુધર્મ ના તહેવારો ની ઉજવણી પોતના માદરે વતનમાં માણતા હતા તેની ખોટ સાલે છે, મિત્રો, સગાસબંધી સાથેની ઉજવણી તહેવારોને યાદગાર બનાવે છે, એ માહોલ નો વિદેશમાં સદંતર અભાવ હોય છે , તે વખતે જે ભાવ, વ્યથા અનુભવાય છે તે ભુવનભાઈ એ પોતાની કાવ્યમય શૈલીમાં વર્ણવાનો જે પ્રયાસ કર્યો છે તે ખરેખર સરાહનીય છે. ગીતો ના દરેક શબ્દોમાં વતન પ્રત્યેનો પ્રેમ અને જોડાણ વ્યક્ત થાય છે.
તેમના પ્રથમ ગીતમાં મને સાંભરે રે પેલી વડની વડવાઈ માં , આજે તે વડ ને તેની વડવાઈઓ શહેરની વિકાસલક્ષી યોજનાઓ માં નાશ પામી છે, પણ તેની યાદો કવિ હ્રદયમાં આજે પણ અકબંધ છે તેનો સુંદર ભાવ કવિ હ્રદયે વર્ણવ્યો છે. ઝીણી છે રેશમનીદોરી માં ભાઈ ને બહેન જે સ્નેહ ગાંઠ વડે જોડાયેલા છે તેવા રાખીના તહેવારની વાત છે . તેમણે ‘ માડી તારા ખોળો’ ની ખૂબ હ્રદયસ્પર્શી વાત કરી . માનો પ્રેમ ને તેના જૂના સાડલા સાથે વણાયેલો ભાવાત્મક સંબંધ આંખ ભીની કરી ગયો. સમયના અભાવે ત્રણેક ગીત પરીવારના સભ્યો માણી શકયા. આશા છે કે બાકીના ગીતોની રસલહાણ। માણવા પરીવારના સભ્યો સદ્દભાગી થશે.
આપનો ખૂબ ખૂબ આભાર કાવ્યમય શૈલીમાં
સુંદર કેડી કંડારી ભાવનાની તમે ભુવનભાઈ
ઉછરીશું લાગણી કેરાં છોડ,
ગુજરાતી સાહિત્ય કેરાં મંચ પરે
ખૂબ ખૂબ આભાર કોકિલાબહેન ને તેમના પરીવારના સભ્યોનો
------- સ્વાતિ દેસાઈ