Sunday, 1 November | 09:00 PM IST | 03:30 PM UK | 10:30 AM EDT (UAS) | 09:30 AM CST |
07:30 AM PDT (USA)

About

Event

Let's listen in Shivinder Singh Chawla's word and voice.

About

Speaker




Shivinder Singh Chawla

Vice-Chairman, United Way of Baroda



Education : Masters in Business Management from Cornell University 1980, Master in Industrial Engineering from Cornell University, Bachelor’s degree in Mechanical Engineering from M.S. University

Work Experience : Worked in Banking, Steel and Machine building Industry for last 40 years.

Past President of Federation of Gujarat Industries.

Past President of United Way of Baroda and volunteer for last 33 years.

Pratibhav

પ્રતિભાવ

આપણા જીવનમાં “પ્રભુ આપણે પાછું વાળવાની તક આપે છે”.... એ વાત નાનપણથી માતાપિતા પછી અરુણા મારી પત્ની દ્વારા કહેવાયેલ વાતે મારા જીવનમાં ધણોજ મોટો ભાગ ભજવયો છે.. જેને હું નખશિખ જાળવવા કોશિશ કરી છે.

રવિવારે ઝુમના માધ્યમથી ચોકસી ફાઉંડેશનના નેજા હેઠળ ગુજરાતી સાહિત્ય ફોરમ - વડોદરા , આજે ૨૧મો મણકો હતો. માળાનાં વધુ એક મણકાથી આગળ ફરતો જાય એમ ... એમ ગુજરાતી સાહિત્ય ફોરમની ફોરમ વિશેષ નવા શહેરો પ્રસરતી જાય છે નવા એંબેસેડોર તથા સભ્યોની સંખ્યા વધતી જાય છે એમ એમ દિન પ્રતિદિન ઉત્સાહ બેવડાતો જાય છે એનો આનંદ પણ અનેરો છે.

આજના સુંદર વિષય “ યુનાઈટેડવેના ગરબાની સામાજિક અસર “ વિષય પર શ્રી શિવિંદરસિંહ ચાવલા એ સુંદર શરુઆતથી રજુ કરી હતી. તેઓની ઓળખ ભાઈ કૌશલ ચોકસી એ શરુ કરી જેઓ શ્રી શિવિંદરસિંહ છેલ્લા ૫૦ વષઁની મિત્રતા છે એનું કારણ સબજેકટિવ અને ઓબજેકટીવ એકજ છે ખરા અર્થમાં ગૂઢ વિચારીએતો તેઓ બન્નેના વિચારોનું સામ્ય એક છે.... તેઓએ એમએસ (યુનિ.) માથી પાસ થઈ પાછા એમએસ કરવા યુએસએ ગયાં. તેઓ એક સારા માનવ હોવા સાથે સમાજ સેવા તેઓ માટે એક આગવું અંગ બની ગયું છે... વાતનો દોર શ્રી શિવિંદરસિંહને આપ્યો.

યુનાયટેડ વેની સ્થાપના ૧૮૮૭માં યુએસએમા લગભગ ૧૨૫ વર્ષ પુરવે સમાજોલક્ષી ધ્યેયથી શરુ થયેલ કાર્ય આજે ૪૧ દેશો અને ભારતમાં સાત ચેપટર.... પણ તેઓએ ધ્યેય લક્ષી કાર્ય માટે શરુ કર્યું... મારા ખ્યાલથી યુનાઈટેડ વે યુએસએ... કદાચ નામ વાપરવા માટે રોયલટી પણ લેતાં હશે.

આજે મારા માટે વિશેષ આનંદનો વિષય હતો કારણ યુનાઇટેડવેના ગરબાના મહત્વ સાથે તેઓ દ્વારા અપનાવેલ સમાજસેવાનું લક્ષ પણ અર્જુનની યાદ અપાવે છે .. અફકોર્સ ... તેઓને દેખાયેલ સમાજલક્ષી આંખ...એટલે સામાજિક અસર જે સોશીયલ ઇમ્પેકટ કહી શકાય... સાથે સાથે ગરબાનું મહત્વ અને ફંડ ભેગું કરવું અને સોશીયલ જવાબદારી પણ નિભાવી છે, જેનાને બન્ને ફાયદા થાય.

તેઓએ એક વાત કહી કે ઈવેનટ કરીએ તોજ વડોદરામાં ફંડ ભંડોળ ભેગું થાય... પહેલાં છોકરીઓને ગરબામાં એન્ટ્રી ફ્રી રાખી અને છોકરાઓ પાસે સિઝન પાસની ફી રાખી પછી થોડા સમયમાં છોકરીઓને ડિપોઝીટ તરીકે ₹.૧૦૦ પછી ₹.૫૦૦/- રાખ્યા થોડો વિરોધ વચ્ચે ગરબાની રમઝટ માણ્યાના આનંદથી લગભગ ૯૦% ઉપર છોકરીઓએ ડીપોઝીટ જતી કરી સંસ્થાના કાર્યમાં ઇનડાયરેકટલી મદદરુપ થયાં... જેથી સમાજપયોગી કાર્ય આગળ ધપતું ગયું ... છેલ્લા ૩૦ વષઁની ગરબાના કિંગ ગણાતાં અતુલ પુરોહિતનું નામ આવે અને પગ નાચવાના મુડમાં શરુ થઈ જાય સાથે યુનાઇટેડ વે નું ટીમ વકઁ સારું હોવાથી જોઈતું રીઝલટ પણ મળ્યું અને ભેગું કરેલ ફંડનો ઉપચોગ યોગ્ય રીતે કરી એનજીઓને કામમાં ઉપયોગ થાય એ હેતુ સાથે નવરાત્રીમાં ગરબાનું આયોજન બજેટ લગભગ ૨.૫૦ કરોડનું થાય છે .... સપોંનસર તથા બીજાં ફંડ રેઝીંગમાં ભેગા થાય છે. યુટયુબમાં ગયા વષઁના ગરબાની કલિપ લગભગ ૧૨ લાખ લોકોએ જોયાનો લાભ લીધો જે એક નવો રેકોડઁ છે. જેમ સર્વેત્ર ફ્રી મેળવવું એ જાણે જન્મસિદ્ધ હક્ક છે એમ માનનારાઓ ગરબાના પાસ માટે પણ ફ્રીની આશા સાથે ન આપવાથી તકલીફ ઉભી કરવીજ... એજયુકેશન માટે ₹. ૨૮ કરોડ જેટલા ૧૪૧ પ્રોજેક્ટસમાં આપ્યાં. લગભગ ૭૫૦ જેટલા સ્ટુડંટસને વગર ઇનટરેસટે મદદ રુપ થયાં. આપેલ લોનો સમયસર રી પે કરી દેતાં જ... વઘુ બીજાં જરુરતમંદ સ્ટુડંટોને મદદ થતી. સ્વાસ્થ્ય માટે શુદ્ધ પાણી માટે ૮૨ સ્કુલોમાં આરઓ વોટર પ્લાંટ ડોનેટ કર્યા.

“ To gather We can” નો મોટો નક્કી કર્યો. ૨૫૦ જેટલા વોલિંનટીયરસો ફંડ ભેગું કરવું, એનજીઓ સાથે કોરડીનેટ કરવું વગેરે મહત્વ નું કામ પૂર્ણ કરવા સહકાર આપે.

“યુનાઈટેડ વે”માટે પણ એક સરસ વાત કહી .... “સંસ્થા મહત્વપૂર્ણ છે...વ્યક્તિ નહીં” સુંદર મારો ગમતો વિષય પર ઈનટરવલ પડ્યો ... આવા સુંદર સમાજપયોગી કાર્યનો અંત પણ જીવન સાથેના અંત સાથે આવે એજ મારી મારે માટે પ્રભુને હાર્દિક અભ્યર્થના. કહેવાય છે કે સમય કોઈને માટે રોકાતો નથી... આપણે પણ સમય સાથે ચાલવું રહ્યું ...

ચાલો ....અલકાબેન આપણે પ્રણાલી અનુસાર “વોટ ઓફ થેંકસ”ની પ્રણાલિકાને માન આપી એ કાર્ય પુરુ કર્યું ... ફરી આવતા રવિવારની રાહ જોઈ ... તા. ૧ નવેંમબરે રાત્રે ૯. વાગે ફરી વધુ સભ્યો સાથે મળીશું .... ત્યાં “સુધી સલામત રહો ..ખુશ રહો “

પ્રતિભાવક: દિનેશ શાહ