પુસ્તક સમીક્ષા “પોલીએના"

Speaker:

Nilam Doshi

February 4, 2024

February 4, 2024

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

મણકો-188.  તા-4-2-2024.                      

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય પુસ્તક પોલીએના પર આધારિત હતું. વક્તા હતા નીલમ દોશી . તેમણે પુસ્તકનું મહત્વ , લોકપ્રિયતા ને તેની વાર્તાના થોડા અંશની હ્રદયને સ્પર્શી જતી  સુંદર વાત કરી. અમેરીકન લેખક એલીનોટની વાર્તા પોલીએના નો ગુજરાતીમાં અનુવાદ નિતીન ભટ્ટે શિર્ષક રાજીપાની રમત હેઠળ કર્યો છે.                                

પોલીએના એક 11 વર્ષની બાળકીનું નામ છે, જે વાર્તાનું કેન્દ્રવર્તી પાત્ર છે. નાનપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી દેનાર બાળકીના નજીકના સગાંસબંધીમાં માત્ર માસી જ હતા, લોકલાજે ને ફરજ સમજી માસી પોલીએના ના ઉછેરની જવાબદારી લે છે તેથી પોલીએના તેના શ્રીમંત માસીને ત્યાં આવે છે. માસી કડક સ્વભાવના હતા, તેમને પોલીએના ને રાખવાની જરાપણ ઇચ્છા ન હતી પણ લોકલાજે રાખવી પડે છે. પોલીએના ચંચળ, બોલકી, નિર્દોષ, આનંદિત કાગડા જેવી હતી, તેનું વાચાળપણું માસીને ગમતું નહીં , તેની બાળસહજ  ઉછળકૂદ પણ ગમતી નહી, તેમણે તેને નિયમબદ્ધ જીવન જીવવા સખતાઇપણે ફરજ પાડે છેત્યારે થોડા પ્રતિકાર સાથે બોલે છે , પણ માસી પછી હું જીવીશ ક્યારે? પણ દરેક સંજોગોમાં પોતાની જાતનેસહજતાથી ગોઠવી લેવાની ને હકારાત્મક વલણ અપનાવી જીવવાની શીખ પિતા તરફથી મળી હતી .                            નાનપણમાં આર્થિક અભાવો વચ્ચે જીવી રહેલી પોલીએના ના પિતાએ  ગમે તે સ્થિતિમાં કંઇક ખુશી શોધી રાજી થવાની વાત રમતરૂપે શીખવી હતી.  ગમેતેવા કપરા સંજોગોમાં પણ ખુશી શોધી રાજી થવાની શીખ નાનપણથી જ પોલીએનાએ કેળવી હતી, જે તેને માસી ને ત્યાંના રહેવાસ દરમ્યાન આર્શીવાદરૂપ બની રહી. શ્રીમંતમાસી ને ત્યાં પણ નોકરો ને મળતી સવલત જ પામતી પણ પોલીએના એમાં પણ ખુશ રહી જીવન જીવવાની કળા મારફતે તેના સાંનિધ્યમા આવતા તમામ લોકોને માટે  ઉત્કૃષ્ટ  ઉદાહરણ બની રહી.માસીએ  ક્યારેય આ પારેવાં જેવી ગભરુ બાળકી પ્રત્યે ઋજુતા દાખવી નહી.    

અંતમાં અકસ્માત થવાથી પોલીએના અપંગ બને છે , ત્યારે લોકચાહના મેળવેલી પોલીએનાની ખબર જોવા ઘણાં લોકો આવે છે ,ત્યારે માસીનું હ્રદયપરિવતર્ન થાય છે, તેણે કેટલાંયના જીવનમાં રાજી થવાની રમતે ખુશી આણી હતી તે વાતની ખબર પડેછે. માસી તેના પગની સર્જરી કરવાં વિદેશ લઇ જવાનું નક્કી કરે છે, ને માત્ર ચાર ડગલાં ચાલે છે પર વાર્તા ને વિરામ અપાય છે.                                  

“પોલીએના” રમત સ્વરૂપે જીવન જીવવાની જડીબુટ્ટી  છે. તેને જાણવા ને માણવા પુસ્તક તો  વાંચવું પડે. નિલમબહેને પોલીએનાના જીવન પ્રસંગો વક્તવ્ય દરમ્યાન આલેખ્યાં પણ તેથી પુસ્તક ને માણવાની જીજ્ઞાસા પણ શ્રોતાજનોમાં બળત્વર થઇ તેમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું ન કહી શકાય .પોલીએના ના 110 વર્ષ પહેલાં આલેખાયેલા પાત્ર ને  વકતવ્ય દરમ્યાન નીલમબહેન આપે જીવંત કર્યું તે માટે ખૂબ ખૂબ આભાર .                            

કોકિલા બહેન ને તેમના પરિવારના સભ્યોનો પુસ્તક પરિચય પોલીએના પર વક્તવ્ય આયોજીત કરવા બદલ.                

—— સ્વાતિ દેસાઇ

About Speaker

Nilam Doshi

Author, Columnist, Film script writer
Learn More

Nilam Doshi

Nilam Harish Doshi, a B.Sc. graduate, is an accomplished author with 25 published books,four of which have earned prestigious awards from Gujarati Sahitya Parishad and Gujarat Sahitya Academy as the best books of the year. With over 8 years as a regular columnist for prominent publications like Sandesh, Stree, Jansatta,Loksatta, Gujarat Guardian, and Margi, she has made a significant mark in the literary world. Nilam has also claimed first prizes in various categories,including stories, dramas, navalkatha, and articles.

 

Her stories grace the pages of renowned magazines such as Navneet Samarpan, Shabd Srushti,Parab, Uddesh, Abhiyaan, Chitralekha, Akhand Anand, Mumbai Samachar, and more.Notably, she has ventured into the world of cinema as a Gujarati movie script writer, having completed a course in film script writing under the guidance of Subhash Ghai and Abhishek Jain. A true book lover, Nilam's passion for literature is evident in her inability to live without books, and she delights in engaging conversations about them.