ખાદી એક વિચારધારા

Speaker:

Asha Buch

April 28, 2024

April 28, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

ખાદી એક સામાજિક અને આર્થિક પરિવર્તનનો પ્રતિનિધિત્વ કરે છે. આ તરીકેની વસ્ત્રોની આવશ્યકતા સમજવા, પ્રચાર-પ્રસાર, અને સમૃદ્ધિની મહત્વની કામગીરી કરે છે. લંડનની ખાદી અને ભારતની સંસ્થાઓ એકસાથે કામ કરીને સામાજિક પ્રગતિ અને વ્યક્તિગત સ્વાધીનતાને પ્રમોટ કરે છે.

Summary

મણકો# 200 તા- 28-4-2024

                  

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા આશા.બુચ તેમણે તેમના વક્તવ્યમા ખાદીના વસ્ત્રોનીઆવશ્કયતા સમજવા પર ભાર મૂક્યો. લંડન ખાદી કેન્દ્ર ભારતની સંસ્થાઓ સાથે જોડાઇને તેના પ્રચાર અને પ્રસાર માટે જે સુંદર કામગીરીકરે છે તે બાબત પર પ્રકાશ ફેંક્યો. 

                        

ખાદી એટલે હાથેકાંતેલા અને હાથે વણેલું કાપડ જેનો નાતો ભારતની પુરાણી સભ્યતા અને ઇતિહાસ સાથે જોડાયેલો છે. ગાંધીજીએ  સ્વાતંત્ર્યસંગ્રામ વખતે તેને ગ્રામોધ્ધાર સાથે જોડી વ્યક્તિની સ્વનિર્ભરતા પર ભાર મૂક્યો. બ્રિટીશ રાજમાં ઓધૌગિકક્રાંતિથી નવી મશીનરી લાવી ને જથ્થાબંધ કાપડનું ઉત્તપાદનમોટાપાયે થવા માંડ્યું. વિદેશી માલ ભારતના બજારોમાં ખડકાવા માંડ્યો તેથીગ્રામોદ્યોગ પડી ભાંગ્યા. આપણાં કારીગરો બેકાર થવા માંડ્યા કારણ કે દેશનો મોટોવર્ગ પરદેશી કાપડ તરફ વળ્યો. આ સંજોગોમાંગાંધીજીએ દેશની આઝાદી માટે લોકો સ્વનિર્ભર  બને તે જરુરી હતું તેથી ખાદીનોપ્રચાર કરી દેશનાઅર્થવ્યવસ્થા ને પર્યાવરણની સુરક્ષા માટે ખાદી ની ઝુંબેશ ઉપાડી. 

                            

કાપડ બનાવવાનાસાઘનોનો વિકાસ થયો ને રેંટિયો ને અંબર ચરખા અસ્તિત્વમાં આવ્યા. ગાંધીજી જેલમાં હતાત્યારે પ્રવાસમાં પણ સાથે રાખી શકાય તેવા નાના રેંટિયા બનાવ્યા. પછીથી સોલર પાવરથીચાલતો રેંટિયો ને  પાવરલુમ વણાટ માટે વપરાવા લાગી. ખાદી પ્રચારનો મુખ્ય હેતુદરેક કુટુંબ પોતાની જરુરિયાત કરતાં થાોડુ વધારે કાપડનુંઉત્તપાદન કરી શકે ને આત્મનિર્ભર બંને એ હતો.  આજે તો અંબર ચરખાને હાથશાળ પર સોલર પેનલથી કામ થાય છે.ખાદીના વપરાશ થી સાંપ્રત સમસ્યાનો  જેવીકે બેકારી નિવારણ, શહેરીકરણ, આવાસનો અભાવ, આર્થિક અસમાનતાનો ઉકેલ તો મળે જ છે. વળી પ્રદુષણ રોકે છેતેથી પર્યાવરણની રક્ષા થાય છે.

                        

ખાદી એકવિચારધારા છે, જીવન પધ્ધતિ છે, તેને અપનાવવાથીસાદગી , અપરિગ્રહ , જરુરિયાત પુરુતુંજ વાપરવું જેવા ગુણો વિકસાવે છે. જે એક આદર્શ સમાજનું નિર્માણ કરે છે. 

                            

લંડન ખાદી એક આવીવિચારધારા પર કામ કરતું કેન્દ્ર છે જેની સ્થાપના  નહીં નુકસાન, નહીં નફાના સિધ્ધાંત પર દસ વર્ષ પહેલાં કિશોરભાઇએ કરી.નૈતિક ધોરણે ખાદી ઉદ્યોગની શરુઆત થઇ, આજે તેમાં યુવાપેઢી પણ જોડાઇ છે. ખાદી લંડનના કાર્યક્ષેત્રના ચાર મુખ્ય સ્તંભ છે. તેમાંમાહિતીનું આદાન-પ્રદાન, કુશળ કારીગરોસાથેજોડાણ, વિવિધ સમુહ સાથે જોડાણ કરવું ને વારસામાં મળેલીકલાનું રક્ષણ કરવું.ભારતના ગ્રામ્ય અને આદિવાસી સમુહ સાથે જોડાણ કરી તેમને પણ સારું વળતર મળે તેદિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે. દેશ વિદેશમાં પણ ખાદી પ્રચલિત થાય તે માટેત્રિપાંખી કાર્યપદ્ધતિ વિકસાવી છે. શિક્ષણ અને તાલીમ - કોલેજ અને યુનિર્વસિટીમાંકાપડના ઉત્તપાદનને સાંકળી લેતો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યોછે.   વિકેન્દ્રિત કાપડ ઉદ્યોગની જાણકારી, સાથે સાથે આપણીધરોહરની સંભાળ અને સંવર્ધન, સજીવ કપાસની ખેતી, વન્ય રેશમનુંઉત્તપાદન, કુદરતી રંગોની મેળવણી જેવી બાબતોને આવરી લેતાં વિચાર બીજનો જરુર છોડમાં રુપાંતર થશે તેવી શ્રધ્ધાઆશાબેને  તેમના વક્તવ્યમાં વ્યક્ત કરી. 

   

ખાદી લંડન માત્રવિચારધારા જ ન રહેતા સફળતા મળશે તેવો સકારાત્મક અભિગમ તેમના વક્તવ્યમાં

જણાયો. શ્રોતાજનોને  તેમણે વિચારતા તો કરી  જ દીધા. 

                              

ખૂબ ખૂબ આભાર આવાકર્તવ્યલક્ષી વક્તવ્ય બદલ . 

   

કોકિલા બહેન અનેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

                      ——- સ્વાતિ દેસાઇ 

About Speaker

Asha Buch

Social Worker
Learn More

Asha Buch

I was born in Bhuj - Kutchh Brought up in Rajkot - Gujarat.

I began my career as a social worker in India which involved working for destitute children and women suffering from domestic violence. After working for five years in this field, I moved to London in 1979.

More than two decades I taught ethnic minority pupils including refugees and asylum seekers in greater Manchester. As well as teaching English, Science and Maths to pupils whose English was a second language, my role was to enhance their self respect and confidence which was done by celebrating religious and cultural festivals of all major religions, story telling, drama and dance from different countries. Ialso played an active part in training teachers in acquiring skills in how to welcome, understand and teach ethnic minority children.

My voluntary work began as an adviser at Citizens Advice Bureau in London, followed by a volunteer for Social service department.

As an executive member of Indian Association - Manchester I had opportunities to organise events to celebrate our national, religious and cultural festivals.

We also managed Indian Classical Music Society in Manchester. Presenting world famous artists of vocal, and instrumental music and dance to the people of greater Manchester was a great joy.

Playing my role as an executive member of Faith Network for Manchester gave me lots of opportunities to takepart in discussions in core values of all major religions and community cohesion. I also visited Srebrenica with 20 other women, which was very moving experience. Five awareness sessions were delivered through group presentation,radio talks and school visits.

Sacred Sounds Women’s Choir was formed by the Manchester International Festival in 2013. Women of all faiths and non gathered and sang prayers, chants and songs of various cultures in 11different languages. We gave programmes in Greater Manchester, London and Portugal, we also went to schools to raise awareness in communal and religious harmony.

For last six years I have been involved with Khadi London and Gandhi Foundation in promoting the principle behind Khadi and Gandhian values through various events.